રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ તથા અન્ય મહાનુભાવોએ, સાંસદ રામરાવ સખારામ વાડકુટેના નિધન પર શોક વ્યક્ત કર્યો
નવી દિલ્હી, 22 નવેમ્બર (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન અને કેન્દ્રીય સંસદીય તથા લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુ સહિત અનેક નેતાઓએ, રવિવારે રાજ્યસભાના સભ્ય રામરાવ સખારામ વાડકુટેના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. રા
નિધન


નવી દિલ્હી, 22 નવેમ્બર (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન અને કેન્દ્રીય સંસદીય તથા લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુ સહિત અનેક નેતાઓએ, રવિવારે રાજ્યસભાના સભ્ય રામરાવ સખારામ વાડકુટેના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

રાષ્ટ્રપતિ મુર્મૂએ 'એક્સ' પર લખ્યું, સખારામ વાડકુટે જનકલ્યાણના કાર્યો પ્રત્યે સમર્પિત હતા અને તેમણે મહારાષ્ટ્ર તથા દેશના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપ્યું. તેમના પરિવારજનો, પ્રશંસકો અને શુભેચ્છકો પ્રત્યે મારી હાર્દિક સંવેદનાઓ.

રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, સાર્વજનિક જીવનમાં સખારામ વાડકુટેના યોગદાન અને લોકોની સેવાને હંમેશાં યાદ રાખવામાં આવશે. તેમના પરિવાર, મિત્રો અને સમર્થકો પ્રત્યે ઊંડી સંવેદનાઓ. ઈશ્વર તેમને દુઃખની આ ઘડીમાં સંબળ પ્રદાન કરે.

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે, સાંસદ ડૉ. રામરાવ સખારામ વાડકુટેજીનું નિધન અત્યંત દુઃખદ છે. દુઃખની આ ઘડીમાં, તેમની ગહન સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારની સાથે છે. ઈશ્વર દિવંગત આત્માને શાંતિ પ્રદાન કરે અને પરિવારને આ અપાર ક્ષતિ સહન કરવાની શક્તિ આપે. ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ.

રિજિજુએ કહ્યું કે, રાજ્યસભાના સભ્ય રામરાવ વાડકુટેના પરિવાર અને મિત્રો પ્રત્યે હાર્દિક સંવેદનાઓ. ઈશ્વર દિવંગત આત્માને શાંતિ પ્રદાન કરે અને આ મુશ્કેલ ઘડીમાં તેમના પરિવારજનોને સંબળ આપે. ઓમ શાંતિ!

ભાજપના રાજ્યસભાના સભ્ય રામરાવ વાડકુટેનું હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું. તેઓ 72 વર્ષના હતા. રામરાવ વાડકુટેએ માંડ આઠ મહિના પહેલા જ ભાજપના સાંસદ તરીકે રાજ્યસભામાં પ્રવેશ કર્યો હતો. આ પહેલાં તેમણે લાંબા સમય સુધી ધનગર સમુદાયની સેવા કરી, જિલ્લામાં અનેક મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી અને ઘેટાં-બકરાં વિકાસ નિગમના વડા તરીકે પણ કામ કર્યું હતું. છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande