
શ્રીનગર, નવી દિલ્હી, 22 નવેમ્બર (હિ.સ.) જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી) પાસે હેરોઈન જેવો એક પદાર્થ મળી આવ્યો છે, જેની કિંમત અંદાજે 6 કરોડ રૂપિયા છે.
કુપવાડા પોલીસે શનિવારે, ઉત્તર કાશ્મીર જિલ્લાના કરનાહ વિસ્તારના અમરોહીમાં ચલાવવામાં આવેલા 'કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન' દરમિયાન હેરોઈન જેવો અંદાજે 827 ગ્રામ પદાર્થ જપ્ત કર્યો છે. આ ઓપરેશન દરમિયાન કરનાહના અમરોહી નિવાસી ઝમીર અહમદ તુંચના ઘરની તલાશી લેવામાં આવી હતી. જ્યાંથી એક કાળી પોલીથીન બેગ મળી આવી હતી, જેમાં શંકાસ્પદ નશીલો પદાર્થ રાખવામાં આવ્યો હતો.
પોલીસે એનડીપીએસ એક્ટની સંબંધિત કલમો હેઠળ, એફઆઈઆર નોંધી લીધી છે અને મામલાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે, જપ્ત કરાયેલ પદાર્થ ક્યાંથી આવ્યો છે! તેની માહિતી મેળવવા અને તેની સાથે જોડાયેલા અન્ય સંપર્કોની તપાસ કરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / રાધા પંડિતા / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ