ગાય કોઈ પણ કુટુંબને આત્મનિર્ભર બનાવી શકે છે : કાંધલભાઈ જાડેજા
પોરબંદર, 25 નવેમ્બર (હિ.સ.) : ગૌસેવા એ માનવતા, જીવદયા અને સમાજસેવાનું ઉત્તમ માધ્યમ છે. ગાય કોઈ પણ કુટુંબને આત્મનિર્ભર બનાવી શકે છે અને ગૌસેવા એટલે ભગવાન શ્રીકૃષ્ણની સેવા છે, તેમ ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ જણાવ્યું હતું. કુતિયાણાના બાલા હનુમાન મંદિરન
ગાય  કોઈ પણ કુટુંબને આત્મનિર્ભર  બનાવી શકે છે : કાંધલભાઈ જાડેજા


ગાય  કોઈ પણ કુટુંબને આત્મનિર્ભર  બનાવી શકે છે : કાંધલભાઈ જાડેજા


પોરબંદર, 25 નવેમ્બર (હિ.સ.) : ગૌસેવા એ માનવતા, જીવદયા અને સમાજસેવાનું ઉત્તમ માધ્યમ છે. ગાય કોઈ પણ કુટુંબને આત્મનિર્ભર બનાવી શકે છે અને ગૌસેવા એટલે ભગવાન શ્રીકૃષ્ણની સેવા છે, તેમ ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ જણાવ્યું હતું. કુતિયાણાના બાલા હનુમાન મંદિરના સંત વિશ્વંભરદાસજીની પ્રેરણાથી છેલ્લા 13 વર્ષથી નિઃશુલ્ક સેવાકાર્ય કરતી શ્રી રાઘવ-માધવ ગૌ સેવા દર્શન ધામ ચેરિટેબલ ટ્રસ્ટની ગૌશાળાની મુલાકાત દરમિયાન તેમણે રૂ. 4 લાખનું દાન અર્પણ કર્યું હતું. ગૌશાળાના પ્રમુખ અને જિલ્લા યોગાચાર્ય જીવાભાઈ કરશનભાઈ ખૂંટીએ ગૌશાળાની સેવાકીય પ્રવૃત્તિઓની વિગતો આપી હતી. હાલ ગૌશાળામાં 120 જેટલાં ગૌવંશની નિઃશુલ્ક સેવા કરવામાં આવે છે. કુતિયાણા વિસ્તારની 18 આંગણવાડીનાં 400થી વધુ બાળકોને નિઃશુલ્ક દૂધ પહોંચાડવાનો લક્ષ્યાંક છે, જેમાં હાલમાં બે આંગણવાડીઓમાં દૂધ વિતરણ થાય છે. પશુપાલકો માટે 24 કલાક નિઃશુલ્ક પશુસેવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ શાંતિબેન ઓડેદરા, ઉપપ્રમુખ કાનાભાઈ જાડેજા, સભ્યો માલદેભાઈ ઓડેદરા, અસલમભાઈ ખોખર, ધીરુભાઈ ભૂતિયા, જેઠાભાઈ બોખીરિયા, રાજુભાઈ બાપુ ડાયાભાઈ અને દેવશીભાઈ સાબરિયા ઉપસ્થિત રહ્યા હતા. ઉપપ્રમુખ બાબુભાઈ ઓડેદરા, મંત્રી પ્રતાપભાઈ કેશવાલા, ટ્રસ્ટી રામદેભાઈ પરમાર તથા ડૉ. ઈશ્વરભાઈ ભરડાનું પણ સેવાકાર્યમાં યોગદાન રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande