રાધનપુરમાં વણકર સમાજનો નવમો ‘તેજસ્વી તારલા’ સન્માન સમારોહ યોજાયો
પાટણ, 25 નવેમ્બર (હિ.સ.)રાધનપુર ખાતે શ્રી 34 નિયડ પરગણા વણકર સમાજ શિક્ષણ સમિતિ દ્વારા નવમા ‘તેજસ્વી તારલા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિઓ મેળવનારા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરી ત
રાધનપુરમાં વણકર સમાજનો નવમો ‘તેજસ્વી તારલા’ સન્માન સમારોહ યોજાયો


પાટણ, 25 નવેમ્બર (હિ.સ.)રાધનપુર ખાતે શ્રી 34 નિયડ પરગણા વણકર સમાજ શિક્ષણ સમિતિ દ્વારા નવમા ‘તેજસ્વી તારલા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિઓ મેળવનારા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓની મહેનત, લગન અને શૈક્ષણિક સફળતાને બિરદાવી સન્માનિત કરવામાં આવ્યા હતા.

સમાજમાં શિક્ષણનું મહત્વ વધે, નવી પેઢી ઉચ્ચ શિક્ષણ તરફ આગળ વધે અને વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે વધુ ઉત્સાહ જાગે તેવા હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન બાળકોને ઉચ્ચ શિક્ષણ અપાવવા, અભ્યાસમાં સતત મહેનત કરવા અને જીવનમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. તેજસ્વી વિદ્યાર્થીઓની સિદ્ધિઓ અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બને તેવો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે સમાજના આગેવાનો, હોદ્દેદારો, વડીલો, યુવાનો, વાલીઓ સહિત સમાજના મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ સન્માનિત વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે શિક્ષણ પ્રત્યે જાગૃતિ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુથી સમિતિ દ્વારા સતત નવમા વર્ષે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande