ચાણસ્મામાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ બેઠક યોજાઈ, 10 પ્રશ્નોમાંથી મોટાભાગનો સ્થળ પર નિકાલ
પાટણ, 25 નવેમ્બર (હિ.સ.)ચાણસ્મા મામલતદાર કચેરી ખાતે પાટણ જિલ્લા કલેક્ટર ડૉ. પ્રશાંત જિલોવાની અધ્યક્ષતામાં, તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચાણસ્મા તાલુકા અને શહેરના નાગરિકો દ્વારા વિવિધ પ્રશ્નો, રજૂઆતો અને વિકાસલક્ષી સ
ચાણસ્મામાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ બેઠક યોજાઈ, 10 પ્રશ્નોમાંથી મોટાભાગનો સ્થળ પર નિકાલ


પાટણ, 25 નવેમ્બર (હિ.સ.)ચાણસ્મા મામલતદાર કચેરી ખાતે પાટણ જિલ્લા કલેક્ટર ડૉ. પ્રશાંત જિલોવાની અધ્યક્ષતામાં, તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચાણસ્મા તાલુકા અને શહેરના નાગરિકો દ્વારા વિવિધ પ્રશ્નો, રજૂઆતો અને વિકાસલક્ષી સમસ્યાઓ રજૂ કરવામાં આવી હતી. બેઠક દરમિયાન કુલ 10 પ્રશ્નો રજૂ થયા હતા, જેમાંથી મોટાભાગના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. નાગરિકોની રજૂઆતો સાંભળી તેમની સમસ્યાઓના ઉકેલ માટે ચર્ચા કરવામાં આવી હતી.

તાલુકા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત યોજાયેલી બેઠકમાં નાગરિક સુવિધાઓ, સ્થાનિક વિકાસનાં કામો તેમજ પ્રજાજનોને લગતી વિવિધ સમસ્યાઓ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ પ્રસંગે મામલતદાર, નાયબ મામલતદાર સહિત તાલુકા અને શહેરના વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ તેમજ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા. રજૂ થયેલા પ્રશ્નોના નિરાકરણ માટે સંબંધિત વિભાગોના અધિકારીઓ દ્વારા જરૂરી કાર્યવાહી અંગે ચર્ચા કરવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટર ડૉ. પ્રશાંત જિલોવાએ સંબંધિત વિભાગોના અધિકારીઓને નાગરિકોની ફરિયાદો અને રજૂઆતોનું યોગ્ય રીતે નિરાકરણ લાવવા સૂચના આપી હતી. સાથે જ બાકી રહેલા વિકાસલક્ષી કામો અને જનસુવિધા સંબંધિત પ્રશ્નોનો સમયમર્યાદામાં ઉકેલ આવે તેની ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું. તાલુકા સ્વાગત કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોની સમસ્યાઓને સીધી સાંભળી સરકારી તંત્ર દ્વારા અસરકારક અને સમયસર ઉકેલ લાવવાનો રહ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande