ભાવનગર એલસીબીની કાર્યવાહી, જુગાર રમતા છ શખ્સો સામે નિલમબાગ પોલીસમાં ગુનો નોંધાયો
ભાવનગર, 25 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર શહેરમાં જુગારની પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરતા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઇરા હોટલના રૂમમાં તીનપત્તીનો જુગાર રમતા છ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસની રેઇડ દરમિયાન સ્થળ પરથી 2,74,300 રૂપિયા રોકડ અને ગંજીપત્તાના 52 પાના મળ
જુગાર રમતા ઝડપાયેલ જુગારીઓ


ભાવનગર, 25 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર શહેરમાં જુગારની પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરતા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઇરા હોટલના રૂમમાં તીનપત્તીનો જુગાર રમતા છ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસની રેઇડ દરમિયાન સ્થળ પરથી 2,74,300 રૂપિયા રોકડ અને ગંજીપત્તાના 52 પાના મળી કુલ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

એલસીબીના સ્ટાફને બાતમી મળી હતી કે વિક્ટોરિયા પાર્ક સામે આવેલા હિમાલીયા કોમ્પલેક્ષમાં આવેલી ઇરા હોટલના રૂમ નંબર 235માં વિનોદ કુકરેજા દ્વારા બહારથી માણસો બોલાવી પૈસા અને ગંજીપત્તા વડે તીનપત્તીનો જુગાર રમાડવામાં આવે છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર તપાસ કરતાં જુગાર રમાતો હોવાનું જણાયું હતું.

પોલીસે રૂમમાં દરોડો પાડી વિનોદભાઈ બુધરભાઈ કુકરેજા (39), અમિતભાઈ વેરુમલ હાસેજા (45), મનીષભાઈ જગદીશભાઈ કુકરેજા (32), હર્ષભાઈ કનૈયાલાલ દેવાણી (25), રાહુલભાઈ નારણદાસ ગીદવાની (43) અને કમલભાઈ મોહનભાઈ રામવાણી (43)ને ઝડપી પાડ્યા હતા.

તમામ સામે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમો હેઠળ ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande