ટી. હોસ્પિટલના ICUમાં મુલાકાત મુદ્દે પૌત્રો અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે મારામારી, ગાર્ડને ઈજા
ભાવનગર,25 નવેમ્બર (હિ.સ.)ભાવનગરની સર ટી. હોસ્પિટલના PMSSY બિલ્ડિંગમાં ICUમાં સારવાર હેઠળ રહેલા 91 વર્ષીય વૃદ્ધાને મળવા આવેલા બે પૌત્રો અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે પ્રવેશ મુદ્દે બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો. આ ઘટનામાં સિક્યુરિટી ગાર્ડને ઈજા
મારા મારી ફોટો


ભાવનગર,25 નવેમ્બર (હિ.સ.)ભાવનગરની સર ટી. હોસ્પિટલના PMSSY બિલ્ડિંગમાં ICUમાં સારવાર હેઠળ રહેલા 91 વર્ષીય વૃદ્ધાને મળવા આવેલા બે પૌત્રો અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે પ્રવેશ મુદ્દે બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો. આ ઘટનામાં સિક્યુરિટી ગાર્ડને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા અને મુલાકાતીઓ માટેના નિયમોના અમલ અંગે પણ સવાલો ઊભા થયા છે.

મળતી વિગતો મુજબ, સવિતાબેન ઉપાધ્યાય (ઉ.વ. આશરે 91)ને એક સપ્તાહ અગાઉ PMSSY બિલ્ડિંગમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તેમની તબિયત વધુ નાજુક બનતાં અને અંતિમ સમય નજીક હોવાનું જણાતાં સારવાર કરી રહેલા તબીબે સાંજના સમયે તેમના પૌત્ર નમનભાઈ ઉપાધ્યાય તથા તેમના મોટા ભાઈને ફોન કરીને ઝડપથી છઠ્ઠા માળે મળવા બોલાવ્યા હતા.

બંને ભાઈઓ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે મુખ્ય દરવાજા પાસે ફરજ પરના સિક્યુરિટી ગાર્ડ નિતિન ચૌહાણે નિયમ મુજબ એક સમયે એક જ વ્યક્તિને દર્દીને મળવા જવાની મંજૂરી હોવાનું જણાવી અટકાવ્યા હતા. આ મુદ્દે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. આ દરમિયાન ગાર્ડને ધક્કો વાગતાં ઈજા થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

બીજી તરફ, સિક્યુરિટી સુપરવાઈઝર ચિરાગભાઈ બારૈયાના જણાવ્યા મુજબ, ગાર્ડે બંને ભાઈઓને એક પછી એક મુલાકાત લેવા જણાવ્યું હતું, પરંતુ તેઓ માન્યા નહોતા. ત્યારબાદ ગાર્ડ સાથે ગાળાગાળી અને ધક્કામુક્કી થતાં તેનું માથું દરવાજાના કાચ સાથે અથડાયું હતું અને કાચ ફૂટી જતાં તેને ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે હોસ્પિટલમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ચર્ચા ઊઠી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande