મોબાઇલની ફ્લેશલાઈટના અજવાળે બંદરનો વિકાસ.
પોરબંદર, 25 નવેમ્બર (હિ.સ.) પોરબંદરના સુભાષનગર બંદરમાં વિકાસના દાવાઓ વચ્ચે પ્રાથમિક સુવિધાઓની સ્થિતિ સામે સવાલો ઊભા થયા છે. રાત્રિના સમયે માછીમારીની જાળ બનાવતા મજૂરો મોબાઇલની ફ્લેશલાઈટના અજવાળે કામ કરતા હોવાના દૃશ્યો કેમેરામાં કેદ થયા છે, જે બ
મોબાઇલની ફ્લેશલાઈટના અજવાળે બંદરનો વિકાસ.


મોબાઇલની ફ્લેશલાઈટના અજવાળે બંદરનો વિકાસ.


મોબાઇલની ફ્લેશલાઈટના અજવાળે બંદરનો વિકાસ.


પોરબંદર, 25 નવેમ્બર (હિ.સ.) પોરબંદરના સુભાષનગર બંદરમાં વિકાસના દાવાઓ વચ્ચે પ્રાથમિક સુવિધાઓની સ્થિતિ સામે સવાલો ઊભા થયા છે. રાત્રિના સમયે માછીમારીની જાળ બનાવતા મજૂરો મોબાઇલની ફ્લેશલાઈટના અજવાળે કામ કરતા હોવાના દૃશ્યો કેમેરામાં કેદ થયા છે, જે બંદરની સુવિધાઓની સ્થિતિ દર્શાવે છે.

પોરબંદરનો મત્સ્ય ઉદ્યોગ અનેક પરિવારોની રોજીરોટીનો આધાર છે. ચૂંટણી સમયે નેતાઓ બંદરના વિકાસ અને માછીમારોના હિતની વાતો કરે છે, પરંતુ સુભાષનગર બંદરમાં સ્ટ્રીટલાઇટ, રસ્તા અને પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાની માછીમારો ફરિયાદ કરી રહ્યા છે પોરબંદરના માછીમાર આગેવાનો દ્વારા અનેક વખત સરકારમાં લેખિતમાં રજૂઆતો પણ કરી છે. રાત્રે બંદરમાં રિક્ષા અનેટ્રકોમાં માછલી ભરવાની કામગીરી દરમિયાન માછલીનું પાણી રસ્તા પર વહેતાં અકસ્માતની ભીતિ રહે છે. છતાં મુખ્ય માર્ગ પર પૂરતી સ્ટ્રીટલાઇટ નથી, જ્યારે અનેક હાઈમાસ્ટ ટાવરો બંધ અથવા અધૂરી લાઇટિંગ સાથે જોવા મળી રહ્યા છે.

જાળ બનાવતા શ્રમિકોને મોબાઇલની લાઇટમાં કામ કરવાની ફરજ પડતી હોય તેવા દૃશ્યો તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે સવાલ બની રહ્યા છે. માછીમારોની માંગ છે કે પહેલાં બંદરમાં પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે અને બંદરના મુખ પાસે ડ્રેજિંગ સહિતના જરૂરી કામો તાત્કાલિક હાથ ધરાય, ત્યારબાદ વિકાસના દાવા કરવામાં આવે.

બંદરમાં અંધારા માર્ગે અકસ્માતનો ખતરો, માછીમારોની સ્ટ્રીટલાઈટની માંગ :બોટ એસોસિએશન

પોરબંદરના લકડી બંદરથી સુભાષનગર હાર્બર મરીન પોલીસ સ્ટેશન સુધીના માર્ગ પર રાત્રે સ્ટ્રીટલાઈટના અભાવે અંધારપટ છવાય છે. ભારે વાહનો, ડિફેન્સ વાહનો અને માછલી ભરેલા વાહનોની સતત અવરજવર વચ્ચે અકસ્માતોનો ખતરો વધ્યો છે. અનેક વખત રજૂઆત છતાં પ્રશ્ન ઉકેલાયો નથી. R&B અને GMB વચ્ચે માર્ગ હસ્તાંતરણની વહીવટી પ્રક્રિયા અધૂરી હોવાથી હજારો માછીમારો તથા ચાર ગામના લોકોને હાલાકી ભોગવવી પડે છે. માછીમાર બોટ એસોસિએશને તાત્કાલિક સ્ટ્રીટલાઈટ લગાવવાની માંગ કરી છે.

લાઈટ ના અભાવે ફ્લેશ લાઈટ ચાલુ કરવી પડે છે : મચ્છી ની જાળી બનાવતા શ્રમિકો

પોરબંદર ખબરના ગ્રાઉન્ડ રિપોર્ટિંગ દરમિયાન માછલીની જાળી બનાવતા મજૂરોએ બંદર વિસ્તારમાં લાઈટના અભાવની વ્યથા જણાવી. રાત્રિના સમયે અંધારામાં જાળી બનાવવાનું કામ કરવા મજૂરોને મોબાઈલની ફ્લેશલાઈટનો સહારો લેવો પડે છે. બંદરના અનેક વિસ્તારોમાં લાઈટની સમસ્યા હોવાને કારણે મજૂરો મુશ્કેલી ભોગવી રહ્યા છે. બંદર વિસ્તારમાં પૂરતી સ્ટ્રીટલાઈટ લગાવવામાં આવે તેવી મજૂરોએ માંગ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande