સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારના અધ્યક્ષસ્થાને 'જિલ્લા સ્વાગત' કાર્યક્રમ યોજાયો
સુરત, 25 નવેમ્બર (હિ.સ.): નાગરિકોની રજૂઆતો અને વહીવટી પ્રશ્નોના સ્થાનિક સ્તરે જ ઝડપી અને સંતોષકારક નિવારણ માટે રાજ્ય સરકારના ફ્લેગશિપ કાર્યક્રમ ‘સ્વાગત’ અંતર્ગત સુરત જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર તેજસ પરમારના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્ય
District SWAGAT' Program Held


સુરત, 25 નવેમ્બર (હિ.સ.): નાગરિકોની રજૂઆતો અને વહીવટી પ્રશ્નોના સ્થાનિક સ્તરે જ ઝડપી અને સંતોષકારક નિવારણ માટે રાજ્ય સરકારના ફ્લેગશિપ કાર્યક્રમ ‘સ્વાગત’ અંતર્ગત સુરત જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર તેજસ પરમારના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નવેમ્બર મહિનાના પડતર પ્રશ્નો સહિત વિવિધ ફરિયાદોની સર્વગ્રાહી સમીક્ષા કરાઈ હતી. ગ્રામ્યકક્ષા, તાલુકા કક્ષાએ નિરાકરણ ન આવ્યા હોય તેવા 12 જેટલા પ્રશ્નોને જિલ્લા કલેકટરએ રૂબરૂ સાંભળ્યા હતા. જે પૈકી જાહેર રસ્તા પર ગેરકાયદેસર દબાણ, કુદરતી કોતર પર બાંધકામ, રહેણાંક મકાનોમાં ચાલતી વ્યાવસાયિક પ્રવૃત્તિઓ, ગેરકાયદે વૃક્ષોની કાપણી, પેન્શન તેમજ વિજિલન્સ વિભાગ દ્વારા અસંતોષકારક કામગીરી સહિતના કુલ ૧૧ પ્રશ્નોનું સ્થળ પર જ હકારાત્મક દિશામાં ઉકેલ લવાયો હતો.

સ્વાગત કાર્યક્રમમાં અનધિકૃત બાંધકામ, ગૌચર જમીન સંપાદન, પાવરગ્રીડ કંપની દ્વારા ક્ષતિગ્રસ્ત કરાયેલા જાહેર રસ્તા, કૃષિ સહાય રકમની ચૂકવણી સહિતના પ્રશ્નો રજૂ કરાયા હતા. જેમાં અરજદારોના પ્રશ્નોનો સંતોષજનક નિકાલ કરવા માટે કલેક્ટરએ સંબંધિત વિભાગના અધિકારીઓને કામગીરીમાં કોઈ પણ પ્રકારની શિથિલતા દાખવ્યા વિના નિયત સમયમર્યાદામાં ઉકેલ લાવવા જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દેવેન્દ્ર પ્રકાશ મીણા, નિવાસી અધિક કલેકટર વિજય રબારી, પ્રાંત અધિકારીઓ, વિવિધ તાલુકા વિકાસ અધિકારીઓ, વિવિધ વિભાગીય અધિકારીઓ, મનપા, જિ.પુરવઠા વિભાગ, સિટી સર્વે અને પોલીસ અધિકારીઓ સહિત અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande