પદ્મનાભ મેળામાં ફૂડ વિભાગની તવાઈ, 25 સ્ટોલની તપાસમાં બિનઆરોગ્યપ્રદ ખાદ્યસામગ્રીનો નાશ
પાટણ, 25 નવેમ્બર (હિ.સ.) : પાટણ ખાતે ચાલી રહેલા પદ્મનાભ ભગવાનના સપ્તરાત્રિ મેળામાં મુલાકાતીઓને સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત ખાદ્યસામગ્રી મળી રહે તે હેતુથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાત્રિના સમયે ખાસ તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. તંત્રની ટીમે
પદ્મનાભ મેળામાં ફૂડ વિભાગની તવાઈ, 25 સ્ટોલની તપાસમાં બિનઆરોગ્યપ્રદ ખાદ્યસામગ્રીનો નાશ


પદ્મનાભ મેળામાં ફૂડ વિભાગની તવાઈ, 25 સ્ટોલની તપાસમાં બિનઆરોગ્યપ્રદ ખાદ્યસામગ્રીનો નાશ


પદ્મનાભ મેળામાં ફૂડ વિભાગની તવાઈ, 25 સ્ટોલની તપાસમાં બિનઆરોગ્યપ્રદ ખાદ્યસામગ્રીનો નાશ


પાટણ, 25 નવેમ્બર (હિ.સ.) : પાટણ ખાતે ચાલી રહેલા પદ્મનાભ ભગવાનના સપ્તરાત્રિ મેળામાં મુલાકાતીઓને સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત ખાદ્યસામગ્રી મળી રહે તે હેતુથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાત્રિના સમયે ખાસ તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. તંત્રની ટીમે મેળાના મેદાનમાં ખાદ્યચીજવસ્તુઓનું વેચાણ કરતા અંદાજે 25 જેટલા સ્ટોલ અને એકમોની ઓચિંતી તપાસ કરી હતી. આ દરમિયાન ખાદ્યપદાર્થોની ગુણવત્તા, રસોડાની સ્વચ્છતા તેમજ ખાદ્ય સલામતીના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન અનેક સ્ટોલ પરથી માનવ વપરાશ માટે અયોગ્ય અને બિનઆરોગ્યપ્રદ ખાદ્યસામગ્રી મળી આવી હતી. જેમાં આશરે 10 લિટર વપરાશ માટે અયોગ્ય તેલ, 5 કિલો જેટલું વાસી મંચુરિયન અને ખીચું તેમજ 10 કિલો રંગયુક્ત સુગર સીરપનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત એક્સપાયર્ડ બેકરી આઈટમ્સ અને પિઝા બ્રેડ પણ મળી આવતાં તંત્રની ટીમે તમામ અયોગ્ય ખાદ્યસામગ્રીનો સ્થળ પર જ નાશ કર્યો હતો.

મેળામાં મોટી સંખ્યામાં નાગરિકો અને શ્રદ્ધાળુઓની અવરજવર રહેતી હોવાથી લોકોના આરોગ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. ખાણીપીણીના વેપારીઓ સ્વચ્છતા જાળવે અને ખાદ્ય સલામતીના નિયમોનું ચુસ્તપણે પાલન કરે તે માટે તંત્રએ સૂચનાઓ પણ આપી છે. સપ્તરાત્રિ મેળા દરમિયાન કોઈપણ વ્યક્તિના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવાની સાથે આગામી દિવસોમાં પણ ઓચિંતી તપાસની કામગીરી ચાલુ રાખવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande