જૂનાગઢ જિલ્લામાં FFS એપ દ્વારા મળશે ખાતર, ખેડૂતોએ હવે ખાતર મેળવવા લાઈન નહિ લોગીન કરવાનું રહેશે, QR કોડ દ્વારા મળશે ખાતર
જૂનાગઢ, 25 નવેમ્બર (હિ.સ.) : સાબરકાંઠા અને નવસારી જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ સફળ થયા બાદ હવે સમગ્ર રાજ્યમાં સબસીડીવાળા રાસાયણિક ખાતરનો જથ્થો સરકાર મોબાઈલ એપ્લિકેશનથી મળતો થશે. આગામી ડિસેમ્બર માસથી જૂનાગઢ સહિત રાજ્યના તમામ જિલ્લામાં આ નવી પદ્ધતિથી
જૂનાગઢ જિલ્લામાં FFS એપ દ્વારા મળશે ખાતર, ખેડૂતોએ હવે ખાતર મેળવવા લાઈન નહિ લોગીન કરવાનું રહેશે, QR કોડ દ્વારા મળશે ખાતર


જૂનાગઢ, 25 નવેમ્બર (હિ.સ.) : સાબરકાંઠા અને નવસારી જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ સફળ થયા બાદ હવે સમગ્ર રાજ્યમાં સબસીડીવાળા રાસાયણિક ખાતરનો જથ્થો સરકાર મોબાઈલ એપ્લિકેશનથી મળતો થશે. આગામી ડિસેમ્બર માસથી જૂનાગઢ સહિત રાજ્યના તમામ જિલ્લામાં આ નવી પદ્ધતિથી ખાતર વિતરણ વ્યવસ્થા અમલમાં મુકાશે. વિતરણને વધુ સરળ, સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે ફેમવર્ક ફોર ફર્ટિલાઈઝર (Framework for Fertilizer Sale) નામની નવી ડિજિટલ વ્યવસ્થા ભારત સરકાર અમલમાં મુકવામાં આવી છે. આ એપ ગૂગલ પ્લે સ્ટોર પરથી એન્ડ્રોઈડ મોબાઈલ મારફત ડાઉનલોડ કરી શકાશે. આ નવતર પહેલ અંતર્ગત હવે ખેડૂતો પોતાના મોબાઈલથી જ ખાતરનું એડવાન્સ બુકીંગ કરાવી શકશે. જેનાથી સહકારી મંડળીઓ અને વેપારીઓ પાસે ખાતર માટે લાગતી લાંબી કતારો અને ભીડમાંથી મુક્તિ મળશે. એપ્લિકેશનથી ખાતરનો જથ્થો બુક કર્યાના ૨ દિવસ(૪૮ કલાક)માં ખેડૂતે વિક્રેતા પાસેથી ખરીદ કરી મેળવી લેવાનો રહેશે, જો ૨ દિવસ(૪૮ કલાક)માં ખાતર નહીં મેળવવામાં આવે તો આપોઆપ બુકીંગ રદ થશે અને ફરીથી બુકીંગ કરવાનું રહેશે.

આ નવી પદ્ધતિથી ખેડૂતો ઘરે બેઠા જાણી શકશે કે કયા વિક્રેતા પાસે કયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ છે. આ ઉપરાંત બુકીંગ કરેલું હોવાથી દુકાને જઈને તરત જ ખાતર મેળવી શકાશે, કતારોમાં ઉભા રહેવું નહીં પડે. તેમજ દરેક વેચાણનો ડિજિટલ રેકર્ડ રહેશે, જેથી પારદર્શિતા વધશે અને નકલી ખરીદદારો સામે રક્ષણ મળશે. આ નવી પદ્ધતિ લાવવાનો સરકારનો હેતુ ખેડૂતોને કોઈ પણ જાતની મુશ્કેલી વિના ખાતર મળી રહે, ઉપરાંત રાસાયણિક ખાતરની કાળાબજારી તથા ખાતર સાથે અન્ય ખાતરો ફરજિયાત આપવા (ટેગિંગ) પર રોક લાગશે. આ ડિજિટલ પ્રક્રિયા માટે જૂનાગઢ જિલ્લાના તમામ ડીલરોને તાલીમ આપી દેવામાં આવી છે. વધુમાં આ અંગે માર્ગદર્શન ની જરૂર જણાય તો ખેડૂત સમુદાયે તેમના ગ્રામ સેવક/ખેતી મદદનીશ અથવા ખાતર વિક્રેતાનો સંપર્ક કરવા નાયબ ખેતી નિયામક (વિ.)ની કચેરી,જૂનાગઢ દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande