કચ્છની સરહદ પર પોલીસનો સઘન પહેરો: નશાના કાળા કારોબાર સામે 102 કરોડથી વધુનો પ્રહાર, 101 આરોપીઓ જેલભેગા!
કચ્છ, 25 નવેમ્બર (હિ.સ.) સરહદી અને દરિયાઈ સુરક્ષાની દૃષ્ટિએ અતિસંવેદનશીલ ગણાતા કચ્છ જિલ્લામાં નશીલા પદાર્થોના ગેરકાયદે કારોબાર સામે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા વર્ષ 2026 દરમિયાન આક્રમક કાર્યવાહી કરવામાં આવી છે. ડ્રગ્સ માફિયાઓથી લઈને ગેરકાયદે હથિયારો,
પશ્ચિમ કચ્છ પોલીસની કામગીરી


પશ્ચિમ કચ્છ પોલીસની કામગીરી


પશ્ચિમ કચ્છ પોલીસની કામગીરી


પશ્ચિમ કચ્છ પોલીસની કામગીરી


કચ્છ, 25 નવેમ્બર (હિ.સ.) સરહદી અને દરિયાઈ સુરક્ષાની દૃષ્ટિએ અતિસંવેદનશીલ ગણાતા કચ્છ જિલ્લામાં નશીલા પદાર્થોના ગેરકાયદે કારોબાર સામે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા વર્ષ 2026 દરમિયાન આક્રમક કાર્યવાહી કરવામાં આવી છે. ડ્રગ્સ માફિયાઓથી લઈને ગેરકાયદે હથિયારો, દરિયાઈ ઘૂસણખોરી અને સરહદી સુરક્ષા સુધીના વિવિધ મોરચે પોલીસે કડક વલણ અપનાવી અનેક મોટી સફળતાઓ મેળવી છે. ખાસ કરીને NDPSના 77 ગુનાઓમાં કુલ 101 આરોપીઓની ધરપકડ કરી અંદાજે રૂ. 102.26 કરોડની કિંમતનો 397.499 કિલોગ્રામ માદક પદાર્થોનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. તેમાં ગાંજો, ચરસ, MD, હેરોઈન, બ્રાઉન સુગર, એમ્ફેટામાઈન અને પોષડોડાનો સમાવેશ થાય છે.

નશાના કારોબાર સાથે સંકળાયેલા તત્વોને આર્થિક રીતે પણ ફટકો પહોંચાડવાના ભાગરૂપે પોલીસે વહીવટી તંત્રના સંકલનમાં NDPSના ત્રણ આરોપીઓનાં ગેરકાયદે બાંધકામો દૂર કરાવ્યાં છે. ભુજ અને મુન્દ્રા વિસ્તારમાં આવેલા કુલ 451 ચોરસ મીટરના બાંધકામો, જેની અંદાજિત કિંમત રૂ. 59.92 લાખ થાય છે, તેને જમીનદોસ્ત કરવામાં આવ્યાં છે. અન્ય ચાર બાંધકામો દૂર કરવાની કાર્યવાહી પણ પ્રક્રિયામાં છે.

દરિયાઈ વિસ્તારમાંથી પણ પોલીસ અને સહયોગી એજન્સીઓએ સંયુક્ત કામગીરી કરીને બિનવારસુ હાલતમાં પડેલા ડ્રગ્સનાં 228 પેકેટ શોધી કાઢ્યાં હતાં. 247.489 કિલોગ્રામ વજનના આ જથ્થાની કિંમત રૂ. 5.63 કરોડથી વધુ આંકવામાં આવી છે. આ ઉપરાંત ATS અમદાવાદ સાથેની સંયુક્ત પેટ્રોલિંગ કામગીરીમાં 118.977 કિલોગ્રામ હાઈ-પ્રોફાઈલ કોકેઈનનાં 115 પેકેટ ઝડપાયાં હતાં, જેની કિંમત અંદાજે રૂ. 1,150 કરોડ હોવાનું જણાવાયું છે. આ કેસમાં નાઈજીરિયા, ટાન્ઝાનિયા, યુગાન્ડા અને દિલ્હી સાથે જોડાયેલા આંતરરાષ્ટ્રીય નેટવર્કના આરોપીઓ સામે કાર્યવાહી કરાઈ હતી.

હથિયારોના ગેરકાયદે વ્યવહાર સામે પણ 25 ગુનાઓ નોંધી 31 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ફિશરીઝ એક્ટના ભંગ બદલ 46 કેસ નોંધાયા છે. ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા નોટિફાઇડ વિસ્તારમાં પરવાનગી વિના પ્રવેશ કરનાર કાશ્મીરીઓ સહિત અન્ય રાજ્યોના 12 વ્યક્તિઓ સામે પાંચ ગુના દાખલ કરવામાં આવ્યા છે.

સરહદ અને દરિયાઈ સુરક્ષા માટે ચોવીસ કલાક ઊંટસવાર, ઘોડેસવાર, પગપાળા, મોટરસાઇકલ અને બોટ પેટ્રોલિંગ ગોઠવાયું છે. આ દરમિયાન ડ્રોનનાં બે બિનવારસુ પાંખિયાં તથા એક સેટેલાઇટ આધારિત ટ્રાન્સપોન્ડર મળી આવતાં એરફોર્સ ભુજને સોંપવામાં આવ્યાં હતાં. દરિયાઈ વિસ્તારમાં ત્રણ બોટ સાથે છ પાકિસ્તાની નાગરિકો અને જમીની સરહદે અન્ય બે પાકિસ્તાની નાગરિકોને પકડી કાયદેસરની કાર્યવાહી કરાઈ છે.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande