ચાંદની રાતે સફેદ રણની સુંદરતામાં ખોવાયા દિલજીત દોસાંઝ, કચ્છી લોકસંસ્કૃતિએ જીત્યું પંજાબી સુપરસ્ટારનું દિલ!
ઊંટગાડીની સવારીથી લઈને સિદ્દી ધમાલના નૃત્ય સુધી માણ્યો કચ્છનો અનોખો રંગ; સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરી કહ્યું, જીવનમાં એકવાર તો સફેદ રણની મુલાકાત લેવી જ જોઈએ કચ્છ, 25 નવેમ્બર (હિ.સ.) : કચ્છના સફેદ રણની અલૌકિક સુંદરતા અને સમૃદ્ધ લોકસંસ્કૃતિનો જાદ
પંજાબી સિંગર દિલજીત દોસંજ નો કચ્છ પ્રવાસ


પંજાબી સિંગર દિલજીત દોસંજ નો કચ્છ પ્રવાસ


પંજાબી સિંગર દિલજીત દોસંજ નો કચ્છ પ્રવાસ


પંજાબી સિંગર દિલજીત દોસંજ નો કચ્છ પ્રવાસ


પંજાબી સિંગર દિલજીત દોસંજ નો કચ્છ પ્રવાસ


ઊંટગાડીની સવારીથી લઈને સિદ્દી ધમાલના નૃત્ય સુધી માણ્યો કચ્છનો અનોખો રંગ; સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરી કહ્યું, જીવનમાં એકવાર તો સફેદ રણની મુલાકાત લેવી જ જોઈએ

કચ્છ, 25 નવેમ્બર (હિ.સ.) : કચ્છના સફેદ રણની અલૌકિક સુંદરતા અને સમૃદ્ધ લોકસંસ્કૃતિનો જાદુ હવે પંજાબી સંગીત જગતના સુપરસ્ટાર દિલજીત દોસાંઝ પર પણ છવાઈ ગયો છે. અમદાવાદમાં પોતાના લોકપ્રિય 'દિલ-લુમિનાટી' કોન્સર્ટથી ચાહકોને સંગીતના તાલે ઝૂમાવ્યા બાદ દિલજીતે કચ્છની મુલાકાત લીધી હતી. આ પ્રવાસ દરમિયાન તેમણે રણોત્સવના રંગો, પરંપરાગત લોકકલા, કલાકારોની પ્રતિભા અને કચ્છી મહેમાનગતિનો મનભરીને અનુભવ કર્યો હતો.

રણોત્સવના સ્થળે પહોંચેલા દિલજીતનું સ્થાનિક કલાકારોએ કચ્છની પરંપરાગત વેશભૂષા અને લોકસંસ્કૃતિને અનુરૂપ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. કલાકારોના આદરભર્યા આવકારનો દિલજીતે પણ હાથ જોડીને સ્વીકાર કર્યો હતો. ત્યારબાદ તેમણે સફેદ રણમાં આથમતા સૂર્યના સોનેરી કિરણો વચ્ચે કુદરતના અદભૂત નજારાને નિહાળ્યો હતો. શહેરોની ભાગદોડ અને કાર્યક્રમોની વ્યસ્તતાથી દૂર રણની શાંતિમાં વિતાવેલી આ ક્ષણો તેમના પ્રવાસને યાદગાર બનાવતી જોવા મળી હતી.

દિલજીતના કચ્છ પ્રવાસની સૌથી યાદગાર ક્ષણ ચાંદની રાતમાં ઊંટગાડીની સવારી બની હતી. સફેદ રણ પર ચંદ્રના પ્રકાશથી સર્જાયેલા રૂપેરી નજારાની વચ્ચે રંગબેરંગી શણગારેલી ઊંટગાડીમાં બેસીને તેમણે રણની સફર માણી હતી. આ દરમિયાન કચ્છી લોકગીત 'રંગ ભરી અલ રાત પૂનમની...'ના મધુર સૂરોએ વાતાવરણને વધુ મનમોહક બનાવ્યું હતું.

રણોત્સવના સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ દિલજીતે ખાસ રસ દાખવ્યો હતો. સોફા પર બેસીને તેમણે સ્થાનિક કલાકારોની વિવિધ પ્રસ્તુતિઓ નિહાળી અને તાળીઓથી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. કચ્છી કલાકારો સાથે મુલાકાત કરી, કચ્છી શાલ ધારણ કરી અને યાદગાર તસવીરો પણ પડાવી હતી. ખાસ કરીને સિદ્દી ધમાલ નૃત્યની ઊર્જા અને કલાકારોના મોઢામાંથી આગ કાઢવાના દિલધડક કરતબે તેમને આશ્ચર્યચકિત કર્યા હતા. કલાકારોની અદભૂત કળાને બિરદાવવા તેઓ પોતાની બેઠક પરથી ઊભા પણ થઈ ગયા હતા.

કચ્છની મુલાકાતથી પ્રભાવિત થયેલા દિલજીતે અહીંની વિવિધ ભાષાઓ, લોકપરંપરાઓ અને કલાના વૈવિધ્યની મુક્તકંઠે પ્રશંસા કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પર પોતાના પ્રવાસના વીડિયો શેર કરીને લોકોને જીવનમાં એકવાર કચ્છના સફેદ રણની મુલાકાત લેવાની અપીલ કરી હતી. ગુરુનાનક જયંતીની શુભેચ્છાઓ સાથે તેમણે કચ્છની આ અનોખી સુંદરતાને ચાહકો સુધી પહોંચાડી હતી. દિલજીતનો આ પ્રવાસ ફરી એકવાર સાબિત કરે છે કે કચ્છનું સફેદ રણ માત્ર પ્રવાસન સ્થળ નથી, પરંતુ કલા, સંસ્કૃતિ અને કુદરતી સૌંદર્યનો અદભૂત સંગમ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande