પોરબંદરમાં આવતીકાલે પાણી પુરવઠો ખોરવાવાની શક્યતા, નાગરિકોને પાણીનો સંગ્રહ કરવા અપીલ
પોરબંદર, 25 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં આવતીકાલે તા. 26 નવેમ્બર 2026 ના રોજ પાણી પુરવઠો અપૂરતો રહેવાની અથવા વિક્ષેપિત થવાની શક્યતા છે. મહાનગરપાલિકાના હસ્તકની શહેરને પાણી પૂરું પાડતી રાણાવાવ બાયપાસ આવેલ મુખ્ય
પોરબંદરમાં  આવતીકાલે પાણી પુરવઠો   ખોરવાવાની શક્યતા, નાગરિકોને પાણીનો સંગ્રહ કરવા અપીલ


પોરબંદરમાં  આવતીકાલે પાણી પુરવઠો   ખોરવાવાની શક્યતા, નાગરિકોને પાણીનો સંગ્રહ કરવા અપીલ


પોરબંદરમાં  આવતીકાલે પાણી પુરવઠો   ખોરવાવાની શક્યતા, નાગરિકોને પાણીનો સંગ્રહ કરવા અપીલ


પોરબંદર, 25 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં આવતીકાલે તા. 26 નવેમ્બર

2026 ના રોજ પાણી પુરવઠો અપૂરતો રહેવાની અથવા વિક્ષેપિત થવાની શક્યતા છે.

મહાનગરપાલિકાના હસ્તકની શહેરને પાણી પૂરું પાડતી રાણાવાવ બાયપાસ આવેલ મુખ્ય પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતાં

રાણાવાવ બાયપાસ નજીક સમારકામની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરીને પગલે

સમગ્ર પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં એક દિવસ માટે પાણી વિતરણ વ્યવસ્થા પર અસર

થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ નાગરિકોને આ અંગે

જાણ કરવામાં આવી છે. સાથે જ સમારકામની કામગીરી દરમિયાન પાણીની સંભવિત અછતને

ધ્યાનમાં રાખીને નાગરિકોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અને પોતાની જરૂરિયાત

મુજબ અગાઉથી પૂરતા પ્રમાણમાં પાણીનો સંગ્રહ કરી રાખવા અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande