

પોરબંદર, 25 નવેમ્બર (હિ.સ.) : પોરબંદરમાં કરોડો રૂપિયાની કિંમત ધરાવતા શંકાસ્પદ વ્હેલની ઉલટી એટલે કે એમ્બરગ્રીસના જથ્થા સાથે બે શખ્સોને એલસીબીએ ઝડપી પાડતાં ચકચાર મચી છે. કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શંકાસ્પદ એમ્બરગ્રીસ જેવો પદાર્થ વેચવા આવેલા બંને શખ્સો પાસેથી કુલ 3.54 કિલો વજનનો જથ્થો મળી આવ્યો હતો. જેની અંદાજિત કિંમત રૂ.3.50 કરોડ હોવાનું જાણવા મળ્યું છે.
એલસીબીને મળેલી બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં જામકંડોરણાના 42 વર્ષીય મહેશ ઉર્ફે કાળુ મનજીભાઈ બાલઘા અને મૂળ ખંભાળિયાના તથા હાલ સુરતમાં રહેતા 42 વર્ષીય પરેશભાઈ વિઠ્ઠલભાઈ પાઘડાળને ઝડપી પાડવામાં આવ્યા હતા. બંને પાસેથી મળી આવેલા શંકાસ્પદ પદાર્થને કબજે કરી ધોરણસરની કાર્યવાહી માટે ફોરેસ્ટ વિભાગને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. વ્હેલની ઉલટી તરીકે ઓળખાતો એમ્બરગ્રીસ સ્પર્મ વ્હેલની પાચનપ્રક્રિયા સાથે સંકળાયેલો દુર્લભમીણ જેવો પદાર્થ છે. આંતરરાષ્ટ્રીય પરફ્યુમ ઉદ્યોગમાં સુગંધને લાંબો સમય ટકાવી રાખવા માટે તેનો ઉપયોગ થતો હોવાથી તેની ઊંચી કિંમત બોલાય છે. ગુણવત્તા, ઉંમર અને અસલિયતના આધારે તેની કિંમતમાં મોટો તફાવત જોવા મળે છે. હવે પકડાયેલા પદાર્થની ખરેખર એમ્બરગ્રીસ તરીકે ઓળખ થાય છે કે કેમ અને તેની પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે કે કેમ તે દિશામાં તપાસબાદ વધુ વિગતો સામે આવશે.
આંતરરાષ્ટ્રીય બજારમાં એમ્બરગ્રીસની કેટલી
કિંમત?
એમ્બરગ્રીસને આંતરરાષ્ટ્રીય બજારમાં
અત્યંત કિંમતી કુદરતી પદાર્થો માંગણવામાં આવે છે. અગા ઉના ભારતીય જપ્તીના સત્તાવાર આંકડા મુજબ 2021માં 22.50 કિલો એમ્બરગ્રીસની આંતરરાષ્ટ્રીય ગેરકાયદે બજાર કિંમતરૂ.22.50 કરોડ અને મે 2023માં 18.1 કિલોનો જથ્થો રૂ.31.67 કરોડ આંકવામાં આવ્યો હતો. એટલે જુદા જુદા
કેસોમાં પ્રતિ કિલો અંદાજે રૂ.1 કરોડથી
રૂ.1.75 કરોડ સુધીનું મૂલ્યાંકન નોંધાયું છે.
જોકે આ કોઈ નિશ્ચિત બજારભાવ
નથી. પોરબંદરના કેસમાં 3.54
કિલો જથ્થાની અંદાજિત કિંમતરૂ.3.50 કરોડ એટલે કે પ્રતિ કિલો આશરે રૂ.98.87 લાખ ગણાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya