શિયાળુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી અંગે જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને અગત્યની સૂચના
જુનાગઢ 25 નવેમ્બર (હિ.સ.) : રાજ્યના તમામ ખેડૂતોને આગામી શિયાળુ સીઝન માટે જરૂરી બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે રાખવાની થતી કાળજી અંગે જણાવવાનું કે, બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મં
શિયાળુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી અંગે જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને અગત્યની સૂચના


જુનાગઢ 25 નવેમ્બર (હિ.સ.) : રાજ્યના તમામ ખેડૂતોને આગામી શિયાળુ સીઝન માટે જરૂરી બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે રાખવાની થતી કાળજી અંગે જણાવવાનું કે, બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવો. કોઈપણ સંજોગોમાં લાયસન્સ/પરવાનો ધરાવતા ન હોય તેવી વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરીયાઓ પાસેથી ક્યારેય પણ પ્રેતી માટે જરૂરી બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરવી નહીં. જેથી, છેતરપીંડીથી બચી શકાય.

બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પૂરું નામ, સરનામું, ખરીદેલ ઈનપુટનું નામ, લોટ નંબર વિગેરે વિગત દર્શાવતું પાકું બિલ સહી સાથે અવશ્ય લેવું. કોઈપણ સંજોગોમાં મુદત પૂરી થયેલ હોય તેવા ઇનપુટોની ખરીદી કરવી નહીં. હંમેશા વૈજ્ઞાનિક સલાહ મુજબનાં જથ્થામાં જ બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો. અન અધિકૃત અથવા અમાન્ય બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓનું વેચાણ થતું હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત ખેતીવાડી અધિકારી અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામક(વિસ્તરણ) ને તુરંત જાણ કરવા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande