પોરબંદર ખાતે ‘પોષણ સંગમ’ કાર્યક્રમ અંતર્ગત સુપોષણ મેળો યોજાયો
પોરબંદર, 26 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં કુપોષણ મુક્તિના લક્ષ્યાંકો સિદ્ધ કરવાના હેતુથી સંકલિત બાળ વિકાસ સેવા (ICDS) શાખા દ્વારા અતિ ગંભીર કુપોષિત (SAM) અને મધ્યમ ગંભીર કુપોષિત (MAM) બાળકોના સ્વાસ્થ્ય પરીક્ષણ અને પોષણ સ્તરમાં સુધારો
પોરબંદર  ખાતે ‘પોષણ સંગમ’ કાર્યક્રમ  અંતર્ગત સુપોષણ  મેળો  યોજાયો.


પોરબંદર  ખાતે ‘પોષણ સંગમ’ કાર્યક્રમ  અંતર્ગત સુપોષણ  મેળો  યોજાયો.


પોરબંદર  ખાતે ‘પોષણ સંગમ’ કાર્યક્રમ  અંતર્ગત સુપોષણ  મેળો  યોજાયો.


પોરબંદર, 26 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં કુપોષણ મુક્તિના લક્ષ્યાંકો

સિદ્ધ કરવાના હેતુથી સંકલિત બાળ વિકાસ સેવા (ICDS) શાખા દ્વારા અતિ ગંભીર કુપોષિત (SAM) અને મધ્યમ ગંભીર કુપોષિત (MAM) બાળકોના સ્વાસ્થ્ય પરીક્ષણ અને પોષણ સ્તરમાં સુધારો લાવવા જિલ્લા

પંચાયત સભાખંડ, પોરબંદર ખાતે ‘પોષણ સંગમ’ કાર્યક્રમ

અંતર્ગત વિશેષ વર્કશોપ કમ સુપોષણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં વાલીઓમાં પોષણ અંગે જાગૃતિ

કેળવવાના હેતુથી આંગણવાડી કેન્દ્રો મારફતે ઉપલબ્ધ કરાવવામાં આવતા ટેક હોમ રાશન (THR – Take Home Ration) તેમજ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ પોષક

સામગ્રીમાંથી વિવિધ પૌષ્ટિક વાનગીઓ તૈયાર કરી તેનું જીવંત નિદર્શન કરવામાં આવ્યું

હતું. આ ઉપરાંત, બાળકોના દૈનિક આહારમાં મિલેટ્સ (જાડા

ધાન્ય) અને ડબલ ફોર્ટીફાઈડ મીઠાના મહત્વ તથા તેના યોગ્ય ઉપયોગ અંગે વાલીઓને

વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.અને બાળકોના રજિસ્ટ્રેશન માટે અલગ કાઉન્ટર

ઊભા કરી ડિજિટલ વજનકાંટા,

સ્ટેડિયોમીટર અને ઇન્ફન્ટોમીટર જેવા

આધુનિક સાધનો દ્વારા વજન અને ઊંચાઈની ચોકસાઈપૂર્વક નોંધણી કરવામાં આવી હતી. આ

ઉપરાંત, બાળક કયા કારણોસર SAM કે MAM શ્રેણીમાં નોંધાય છે તેનું પૃથક્કરણ કરવામાં આવ્યું હતું.

વધુમાં આરોગ્ય વિભાગના સંકલનમાં રહીને મુખ્ય

જિલ્લા આરોગ્ય અધિકારી તથા તાલુકા આરોગ્ય અધિકારી (THO-પોરબંદર) દ્વારા નિયુક્ત કરાયેલા બાળ રોગ નિષ્ણાત (Pediatrician), લેબ ટેકનિશિયન ટીમ અને રાષ્ટ્રીય બાળ

સ્વાસ્થ્ય કાર્યક્રમ ટીમ દ્વારા સ્થળ પર જ બાળકોની સંપૂર્ણ તબીબી તપાસ, લોહીના જરૂરી રિપોર્ટ અને વિનામૂલ્યે

દવા વિતરણની કામગીરી કરવામાં આવી હતી.

આ પ્રસંગે આઈસીડીએસ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ,આંગણવાડી કેન્દ્રના બાળકો વાલીઓ સહિતના

આરોગ્ય વિભાગના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande