પોરબંદરની મેડિકલ કોલેજમાં ડો.આંબેડકરનો ફોટો ન લગાવવાના મુદ્દે બંધારણ દિવસે વિવાદ સર્જાયો
પોરબંદર, 26 નવેમ્બર (હિ.સ.) : પોરબંદરની મેડિકલ કોલેજમાં ડો.બાબાસાહેબ આંબેડકરનો ફોટો ન લગાવવાના મુદ્દે આજે બંધારણ દિવસે વિવાદ સર્જાયો હતો. એક વર્ષ અગાઉ રજૂઆત કરવા છતાં ફોટો ન લગાવાતા ભીમ મહોત્સવ સમિતિના આગેવાનો ફોટો લઈને મેડિકલ કોલેજના ડીનની કચેરીએ
પોરબંદરની   મેડિકલ કોલેજમાં  બાબાસાહેબનો  ફોટો લગાવવા  બબાલ.


પોરબંદરની   મેડિકલ કોલેજમાં  બાબાસાહેબનો  ફોટો લગાવવા  બબાલ.


પોરબંદરની   મેડિકલ કોલેજમાં  બાબાસાહેબનો  ફોટો લગાવવા  બબાલ.


પોરબંદર, 26 નવેમ્બર (હિ.સ.) : પોરબંદરની મેડિકલ કોલેજમાં ડો.બાબાસાહેબ આંબેડકરનો ફોટો ન લગાવવાના મુદ્દે આજે બંધારણ દિવસે વિવાદ સર્જાયો હતો. એક વર્ષ અગાઉ રજૂઆત કરવા છતાં ફોટો ન લગાવાતા ભીમ મહોત્સવ સમિતિના આગેવાનો ફોટો લઈને મેડિકલ કોલેજના ડીનની કચેરીએ પહોંચ્યા હતા. ભીમ મહોત્સવ સમિતિના આગેવાનોના દાવા મુજબ, એક વર્ષ પૂર્વે ફોટો લગાવવા અંગે રજૂઆત કરવામાં આવી ત્યારે ડીન દ્વારા ફોટો લગાવવાનું તેમના પ્રોટોકોલમાં આવતું નથી તેમ જણાવવામાં આવ્યું હતું. આ મુદ્દે આજે ફરી રજૂઆત કરતાં ડીન અને આગેવાનો વચ્ચે ઉગ્ર ચર્ચા થતાં કચેરીમાં ગરમાવો જોવા મળ્યો હતો. આગેવાનોના વિરોધ અને રજૂઆત બાદ ડીનના વલણમાં ફેરફાર થયાની ચર્ચા વચ્ચે અંતે ડીનએ પોતાના હાથે કચેરીની દિવાલ પર ડો. બાબાસાહેબ આંબેડકરનો ફોટો લગાવી હાર ચડાવ્યો હતો. એક વર્ષ જૂની રજૂઆત બાદ આખરે ફોટો દિવાલ પર લાગતાં આગેવાનોની માંગ પૂર્ણ થઈ હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande