
પોરબંદર, 26 નવેમ્બર (હિ.સ.) : ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.01/01/2027 ની લાયકાતની તારીખના સંદર્ભમાં
ફોટોવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે
મુજબ રાજ્યમાં તા.27/11/2026 રોજ મુસદ્દા મતદારયાદીની પ્રસિદ્ધિ કરવામાં આવશે
અને તા.27/11/2026 થી તા.26/12/2026 સુધીના સમયગાળા દરમિયાન હક્ક-દાવા અને
વાંધા અરજીઓ સ્વીકારવામાં આવશે. આ અનુસંધાને પોરબંદર જિલ્લામાં પણ ઝુંબેશના
દિવસોમાંહક્ક-દાવા અને વાંધા અરજીઓ
સ્વીકારવાના સમયગાળા દરમિયાન મતદારોની સરળતા માટે તમામ મતદાન મથકો (Polling
Stations) ખાતે
ખાસ ઝુંબેશ (Special Campaign)નું આયોજનકરવામાં આવ્યું
છે.
જેમાં ઝુંબેશની કામગીરી તા.29/11/2026 (રવિવાર), તા.06/12/2026 (રવિવાર) અને તા.13/12/2026 (રવિવાર) ના રોજ બુથ લેવલ ઓફિસર સવારે
10:00 કલાકથી સાંજે 05:00 કલાક સુધી મતદાન મથક ખાતેહક્ક-દાવા અને વાંધા અરજીઓ સ્વીકારી અને
મતદારોને માર્ગદર્શનઆપશે. અને તા.01/01/2027 ના રોજ 18 વર્ષ પૂર્ણ કરતા યુવા મતદારો તેમજ
વર્ષ 2027 ની
આગામી ત્રણ લાયકાતની તારીખો (તા.01/04/2027, તા.01/07/2027 અને તા.01/10/2027) ના સંદર્ભમાં લાયક થનાર ભાવિ મતદારો
પાસેથી પણ એડવાન્સ અરજીઓ (ફોર્મ નં.6) સ્વીકારવામાં આવશે.
જિલ્લાના તમામ મતદાર નોંધણી અધિકારીઓ (ERO) અને મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ (AERO) દ્વારા સતત સુધારણા પ્રક્રિયા હેઠળ
બાકી રહેલા તમામ પાત્ર નાગરિકો અને 18-19 વર્ષના યુવા મતદારોની નોંધણી માટે
વિશેષ ઝુંબેશમાં જે પાત્ર નાગરિકોના નામ મતદારયાદીમાં નોંધાયેલા નથી, તેઓ ઉપરોક્ત ખાસ ઝુંબેશના દિવસોએ
પોતાના વિસ્તારના મતદાન મથકે જઈ BLO નો સંપર્ક કરી ફોર્મ નં.-6 ભરી સબમીટ કરવા અને 18 વર્ષ પૂર્ણ કરનાર યુવા મતદારો ખાસ
કરીને ફોર્મ-૬ ભરીને પોતાનું નામ મતદારયાદીમાં અવશ્ય નોંધાવવા નાગરિકોને અપીલ
કરવામાં આવી છે.
વધુમાં નામ, સરનામા વગેરેમાં સુધારા-વધારા માટે પણ
નિયત ફોર્મ ભરી શકાશે. અને નાગરિકો ઓનલાઈન voters.eci.gov.in અથવા Voter Helpline App દ્વારા પણ અરજી કરી શકે છે. વધુ માહિતી
માટે ટોલ-ફ્રી હેલ્પલાઈન નંબર 1950 પર સંપર્ક કરવાનો રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya