ભાવનગર એસ.ટી. વિભાગમાં વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટિસ ભરતી
ભાવનગર, 26 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ.ટી.) વિભાગ દ્વારા એપ્રેન્ટિસ એક્ટ-1961 હેઠળ વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટિસની ભરતી માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતીમાં મોટર મિકેનિક વ્હીકલ, ડીઝલ મિકેનિક
ભાવનગર ડેપો ફાઇલ ફોટો


ભાવનગર, 26 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ.ટી.) વિભાગ દ્વારા એપ્રેન્ટિસ એક્ટ-1961 હેઠળ વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટિસની ભરતી માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતીમાં મોટર મિકેનિક વ્હીકલ, ડીઝલ મિકેનિક, વેલ્ડર, ઇલેક્ટ્રિશિયન, કોપા (COPA), ફિટર તથા હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટર ટ્રેડનો સમાવેશ થાય છે. ઉમેદવારોની પસંદગી આઈ.ટી.આઈ.ના મેરિટના આધારે કરવામાં આવશે.

ઇચ્છુક ઉમેદવારો તા. 1 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર, 2026 દરમિયાન કચેરીના કામકાજના દિવસોમાં સવારે 11થી બપોરે 1:30 કલાક સુધી વિભાગીય કચેરી, પાનવાડી એસ.ટી., ભાવનગર ખાતેથી અરજીપત્રક મેળવી શકશે. ભરેલું અરજીપત્રક જરૂરી દસ્તાવેજો સાથે તા. 15 ડિસેમ્બરના રોજ બપોરે 2 વાગ્યા સુધીમાં જમા કરાવવાનું રહેશે.

અરજી સાથે ઓનલાઈન રજિસ્ટ્રેશનની નકલ અને શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલો રજૂ કરવાની રહેશે. ઉમેદવારોએ Apprenticeship India અને અનુબંધમ પોર્ટલ પર ફરજિયાત નોંધણી કરાવી તેની હાર્ડકોપી પણ જોડવાની રહેશે. મિકેનિક ટ્રેડ માટે ધોરણ-10 પાસ અને COPA તથા હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટર માટે ધોરણ-12 પાસ સાથે સંબંધિત આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ હોવું જરૂરી છે.

વયમર્યાદા 18થી 33 વર્ષ નક્કી કરવામાં આવી છે. અગાઉ એપ્રેન્ટિસશીપ પૂર્ણ કરેલા અથવા હાલમાં એપ્રેન્ટિસશીપ કરતા ઉમેદવારો અરજી કરી શકશે નહીં. ખોટી માહિતી કે દસ્તાવેજો રજૂ કરનારની અરજી રદ કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande