પાટણમાં ભાજપ દ્વારા ‘સંવિધાન ગૌરવ યાત્રા’ યોજાઈ, બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરાઈ
પાટણ, 26 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લા ભાજપ દ્વારા 26 નવેમ્બર બંધારણ દિવસ નિમિત્તે ‘સંવિધાન ગૌરવ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાનો પ્રારંભ પાટણ રેલવે સ્ટેશનથી કરવામાં આવ્યો હતો, જે શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ બગવાડા દરવાજા પાસે
પાટણમાં ભાજપ દ્વારા ‘સંવિધાન ગૌરવ યાત્રા’ યોજાઈ, બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરાઈ


પાટણ, 26 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લા ભાજપ દ્વારા 26 નવેમ્બર બંધારણ દિવસ નિમિત્તે ‘સંવિધાન ગૌરવ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાનો પ્રારંભ પાટણ રેલવે સ્ટેશનથી કરવામાં આવ્યો હતો, જે શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ બગવાડા દરવાજા પાસે આવેલી ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સુધી પહોંચી હતી. અહીં બંધારણને રથમાં રાખીને યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ડૉ. આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું.

આ પ્રસંગે પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ સિંધવે જણાવ્યું હતું કે, ડૉ. બાબાસાહેબ આંબેડકરના નેતૃત્વમાં બંધારણ સમિતિએ 26 નવેમ્બર, 1949ના રોજ દેશનું બંધારણ સુપરત કર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન સુરેન્દ્રનગરમાં હાથીની અંબાડી પર બંધારણ રાખીને પદયાત્રા કરી હતી. વર્ષ 2015થી 26 નવેમ્બરને ‘સંવિધાન ગૌરવ દિવસ’ તરીકે રાષ્ટ્રીય પર્વની જેમ ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી.

આ સંવિધાન ગૌરવ યાત્રાનું નેતૃત્વ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ સિંધવ, જિલ્લા મહામંત્રીઓ સંજય પટેલ અને બાબુજી ઠાકોર તેમજ યાત્રાના સંયોજક અશોક પરમારે કર્યું હતું. યાત્રામાં ભાજપના આગેવાનો અને કાર્યકરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન બંધારણના મહત્વ, લોકશાહી મૂલ્યો અને ડૉ. બાબાસાહેબ આંબેડકરના રાષ્ટ્રનિર્માણમાં આપેલા યોગદાનને યાદ કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande