મહુવા યાર્ડમાં લાલ ડુંગળીના ભાવમાં મોટો કડાકો, 65 હજાર કટ્ટાની આવકથી ખેડૂતો ચિંતિત
ભાવનગર, 26 નવેમ્બર (હિ.સ.) : મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવમાં અચાનક મોટો ઘટાડો નોંધાતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. છેલ્લા બે દિવસ દરમિયાન ડુંગળીના ભાવમાં તેજી જોવા મળ્યા બાદ આજે ભાવમાં મોટો કડાકો આવ્યો હતો. યાર્ડમાં ડુંગળીની જંગી આવક થતા
યાર્ડ ફાઇલ ફોટો


ભાવનગર, 26 નવેમ્બર (હિ.સ.) : મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવમાં અચાનક મોટો ઘટાડો નોંધાતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. છેલ્લા બે દિવસ દરમિયાન ડુંગળીના ભાવમાં તેજી જોવા મળ્યા બાદ આજે ભાવમાં મોટો કડાકો આવ્યો હતો. યાર્ડમાં ડુંગળીની જંગી આવક થતાં હરાજીમાં ભાવ ઘટીને 350થી 600 રૂપિયા પ્રતિ મણ સુધી બોલાયા હતા.

મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે લાલ ડુંગળીની આવકમાં ધરખમ વધારો નોંધાયો હતો. એક જ દિવસમાં અંદાજે 65 હજાર કટ્ટાની આવક થતાં બજારમાં માલનો પ્રવાહ વધી ગયો હતો. આવકની સરખામણીએ વેપારીઓની ખરીદી ઓછી રહેતા ભાવમાં ઘટાડો નોંધાયો હતો. છેલ્લા બે દિવસ દરમિયાન ખેડૂતોને સારા ભાવ મળવાની આશા બંધાઈ હતી, પરંતુ અચાનક ભાવ ઘટતાં ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું હતું.

ખેડૂતોના જણાવ્યા મુજબ ડુંગળીના ઉત્પાદન પાછળ બિયારણ, ખાતર, મજૂરી, સિંચાઈ અને પરિવહન સહિતના ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ બજારમાં આવક વધતાં ભાવમાં ઘટાડો થતાં ખેતી ખર્ચની સરખામણીએ પૂરતું વળતર મળતું નથી. પરિણામે ખેડૂતોને આર્થિક નુકસાનની ચિંતા સતાવી રહી છે.

ડુંગળીના ભાવમાં આવી અસ્થિરતા વચ્ચે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે અને ઉત્પાદન ખર્ચનું યોગ્ય વળતર મળી રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. માર્કેટમાં આવક અને માંગ વચ્ચે સંતુલન જળવાય તો ખેડૂતોને રાહત મળી શકે તેમ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande