સિદ્ધપુરના કાત્યોકના મેળામાં ઊંટોના વેપારનો ધમધમાટ, 300થી 400 ઊંટોની લે-વેચ
પાટણ, 26 નવેમ્બર (હિ.સ.)સિદ્ધપુરમાં કાર્તિકી પૂર્ણિમા નિમિત્તે યોજાતા પરંપરાગત કાત્યોકના મેળામાં ઊંટોના વેપારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. સરસ્વતી નદીના કિનારે યોજાયેલા આ મેળામાં રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના વેપારીઓ ઊંટોના વેચાણ માટે પહોંચ્યા છે. ચૌદ
સિદ્ધપુરના કાત્યોકના મેળામાં ઊંટોના વેપારનો ધમધમાટ, 300થી 400 ઊંટોની લે-વેચ


સિદ્ધપુરના કાત્યોકના મેળામાં ઊંટોના વેપારનો ધમધમાટ, 300થી 400 ઊંટોની લે-વેચ


પાટણ, 26 નવેમ્બર (હિ.સ.)સિદ્ધપુરમાં કાર્તિકી પૂર્ણિમા નિમિત્તે યોજાતા પરંપરાગત કાત્યોકના મેળામાં ઊંટોના વેપારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. સરસ્વતી નદીના કિનારે યોજાયેલા આ મેળામાં રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના વેપારીઓ ઊંટોના વેચાણ માટે પહોંચ્યા છે. ચૌદશથી પાંચમ સુધી ચાલતા સાત દિવસના મેળામાં આ વર્ષે અંદાજે 300થી 400 ઊંટોની ખરીદી-વેચાણ થઈ છે.

રાજસ્થાનના બાડમેર, જેસલમેર, બિકાનેર, જાલોર, સાંચોર અને નાગોર સહિતના વિસ્તારોમાંથી વેપારીઓ ઊંટ લઈને આવ્યા છે. ઊંટની જાત, રંગ, શરીરની બનાવટ અને ખાસિયતોના આધારે તેની કિંમત નક્કી થાય છે. મેળામાં ઊંટની કિંમત રૂ. 35 હજારથી લઈને દોઢ લાખ રૂપિયા સુધી જોવા મળી રહી છે.

વેપારીઓના જણાવ્યા મુજબ, જેસલમેરી ઊંટ રૂ. 35થી 40 હજાર, બિકાનેરી રૂ. 30થી 35 હજાર અને મારવાડી ઊંટ રૂ. 30થી 42 હજારમાં વેચાય છે. જ્યારે ભાટીબા અને નૈઈડ જાતિના ઊંટની કિંમત રૂ. 50 હજારથી એક લાખ સુધી પહોંચે છે. કેટલાક વિશિષ્ટ ઊંટની કિંમત દોઢ લાખ રૂપિયા સુધી થાય છે.

છેલ્લા 10 વર્ષથી મેળામાં આવતા રાજસ્થાનના વેપારી ઈમરાનભાઈના જણાવ્યા મુજબ, રાજસ્થાનમાં આજે પણ ખેતીનાં કામોમાં ઊંટનો ઉપયોગ થાય છે. જીરાના પાકમાં આંતરખેડ, જમીન ખેડવા અને કૂવામાંથી પાણી કાઢવા ઊંટ ઉપયોગી છે. તેઓ આ વર્ષે 30 ઊંટ લઈને વેચાણ માટે આવ્યા છે. આમ, સિદ્ધપુરનો કાત્યોકનો મેળો ધાર્મિક આસ્થા સાથે ઊંટોના પરંપરાગત વેપારનું પણ મહત્વનું કેન્દ્ર બન્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande