ભાવનગરમાં ‘રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ-2026’ની ઉજવણી સંપન્ન
ભાવનગર, 26 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર સરકારી જિલ્લા પુસ્તકાલય અને સરકારી મહિલા પુસ્તકાલયના સંયુક્ત ઉપક્રમે ‘રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ-૨૦૨૬’ની ઉજવણી કરવામાં આવી હતી. વાંચન સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર અને સાહિત્યિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાના હેતુથી સપ
ગ્રંથાલય દિવસ ની ઊજવણી


ભાવનગર, 26 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર સરકારી જિલ્લા પુસ્તકાલય અને સરકારી મહિલા પુસ્તકાલયના સંયુક્ત ઉપક્રમે ‘રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ-૨૦૨૬’ની ઉજવણી કરવામાં આવી હતી. વાંચન સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર અને સાહિત્યિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાના હેતુથી સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ઉજવણીના ભાગરૂપે નવા પુસ્તકોનું પ્રદર્શન યોજાયું હતું, જેનું ઉદ્ઘાટન મદદનીશ ગ્રંથાલય નિયામક ડૉ. રવિ ડી. પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું.

પ્રજ્ઞાચક્ષુ વાચકો માટે બ્રેઇલ લિપિનાં પુસ્તકોનું વિશેષ પ્રદર્શન યોજાયું હતું. વિક્ટોરિયા ગાર્ડન ગેટ પાસે ગ્રંથાલય પ્રવૃત્તિઓના પ્રચાર માટે કાર્યક્રમ યોજાયો હતો. સરકારી મહિલા પુસ્તકાલય ખાતે ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવતીઓએ ગુજરાતી સાહિત્ય, પુસ્તકો અને સામાન્ય જ્ઞાન આધારિત પ્રશ્નોત્તરીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. કવિ સંમેલનમાં કવિઓએ પોતાની કાવ્યરચનાઓ રજૂ કરી હતી. ગ્રામીણ આઉટરીચ કાર્યક્રમ અંતર્ગત ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી, જેમાં સહભાગીઓએ સર્જનાત્મક પ્રતિભા રજૂ કરી હતી. બંને સ્પર્ધાઓના વિજેતાઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ઉજવણીના અંતિમ દિવસે ભાવનગરના ઐતિહાસિક વારસા પર આધારિત પુસ્તક પ્રદર્શન યોજાયું હતું. જેમાં ભાવનગર રાજ્યની સ્થાપના, ઐતિહાસિક ઇમારતો અને સાંસ્કૃતિક વારસાને લગતાં પુસ્તકો પ્રદર્શિત કરવામાં આવ્યાં હતાં. વિદ્યાર્થીઓ અને પુસ્તકપ્રેમીઓએ પ્રદર્શન નિહાળ્યું હતું.

આ સપ્તાહની ઉજવણી દ્વારા વાંચન સંસ્કૃતિના વિકાસ, પુસ્તકપ્રેમ અને ગ્રંથાલય પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande