હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી
પાટણ, 26 નવેમ્બર (હિ.સ.) : પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ગ્રંથાલય ભવનમાં લો વિભાગ દ્વારા સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં કાયદા અને સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓને ભારતીય બંધારણ, નાગરિકોના અધિકારો અને મ
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી


હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી


હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી


પાટણ, 26 નવેમ્બર (હિ.સ.) : પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ગ્રંથાલય ભવનમાં લો વિભાગ દ્વારા સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં કાયદા અને સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓને ભારતીય બંધારણ, નાગરિકોના અધિકારો અને મૂળભૂત ફરજો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

યુનિવર્સિટીના રજિસ્ટ્રાર રોહિત દેસાઈએ બંધારણમાં સમાન અધિકારો અને અનુચ્છેદ 51A હેઠળ સમાવિષ્ટ મૂળભૂત ફરજોનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને બંધુત્વ જાળવવાની દરેક નાગરિકની જવાબદારી હોવાનું જણાવ્યું હતું.

કુલપતિ કે. સી. પોરીયાએ બંધારણની સર્વોપરિતા, સમાનતા અને 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણમાં યુવાનોની ભૂમિકા અંગે વિચારો રજૂ કર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને અધિકારોની સાથે પોતાની ફરજો પ્રત્યે પણ જાગૃત રહેવા અને બંધારણીય મૂલ્યો જીવનમાં ઉતારવા અપીલ કરી હતી.

કાર્યક્રમ દરમિયાન બંધારણ ગ્રંથનું પૂજન, ક્વિઝ સ્પર્ધા અને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લો વિભાગના વડા ધર્મેન્દ્ર ઠાકર સહિત અધ્યાપકો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓએ બંધારણનાં પુસ્તકોનું પ્રદર્શન પણ નિહાળ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande