પાટણના હારીજની સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજમાં બંધારણ દિવસની ઉજવણી કરાઈ
પાટણ, 26 નવેમ્બર (હિ.સ.) : ભારતના બંધારણના સ્વીકારની યાદમાં 26 નવેમ્બરના રોજ હારીજની સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજ ખાતે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કૉલેજના આચાર્ય ડૉ. ટેકપાલસિંહ આનંદના માર્ગદર્શન હેઠળ સપ્તધારા કો-ઓર્ડિનેટર ડૉ. મનોજ પ્રજાપ
હારીજની સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજમાં બંધારણ દિવસની ઉજવણી કરાઈ


પાટણ, 26 નવેમ્બર (હિ.સ.) : ભારતના બંધારણના સ્વીકારની યાદમાં 26 નવેમ્બરના રોજ હારીજની સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજ ખાતે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કૉલેજના આચાર્ય ડૉ. ટેકપાલસિંહ આનંદના માર્ગદર્શન હેઠળ સપ્તધારા કો-ઓર્ડિનેટર ડૉ. મનોજ પ્રજાપતિ અને NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ. જિજ્ઞેશ પરમાર દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કૉલેજના અધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ભારતીય બંધારણનાં મૂલ્યો, નાગરિકોના અધિકારો અને ફરજો તેમજ લોકશાહી વ્યવસ્થા અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ પ્રસંગે ડૉ. માનસિંહ ચૌધરીએ ભારતીય બંધારણના આમુખનું સામૂહિક વાંચન કરાવ્યું હતું. ત્યારબાદ ડૉ. નરેન્દ્ર રાવલે ઉપસ્થિત સૌને બંધારણ પ્રત્યેની પ્રતિજ્ઞા લેવડાવી હતી.

આ પ્રસંગે ડૉ. જિજ્ઞેશ પરમારે ભારતીય બંધારણની રચનાની પ્રક્રિયા, બંધારણ સભાની કામગીરી તથા બંધારણ ઘડવામાં મહાનુભાવોના મહત્વપૂર્ણ યોગદાન વિશે માહિતી આપી હતી. તેમણે બંધારણમાં સમાવિષ્ટ મૂલ્યો અને લોકશાહી વ્યવસ્થાનું મહત્વ સમજાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ બંધારણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande