ગીર સોમનાથ જિલ્લામાં ધોરણ 10 અને 12ની ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ પરીક્ષા યોજાશે
ગીર સોમનાથ, 26 નવેમ્બર (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લામાં આગામી તા. ૩૦ નવેમ્બર ૨૦૨૬ થી તા.૦૯ ડિસેમ્બર ૨૦૨૬ દરમિયાન ધો.૧૦ અને ધો.૧૨ની ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ પરીક્ષા યોજાશે. આ પરીક્ષાના સુચારૂ આયોજન માટે નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલની અધ્યક્ષતામાં જિલ્લા
ગીર સોમનાથ જિલ્લામાં ધોરણ 10 અને 12ની ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ પરીક્ષા યોજાશે


ગીર સોમનાથ, 26 નવેમ્બર (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લામાં આગામી તા. ૩૦ નવેમ્બર ૨૦૨૬ થી તા.૦૯ ડિસેમ્બર ૨૦૨૬ દરમિયાન ધો.૧૦ અને ધો.૧૨ની ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ પરીક્ષા યોજાશે. આ પરીક્ષાના સુચારૂ આયોજન માટે નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલની અધ્યક્ષતામાં જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી.

નિવાસી અધિક કલેક્ટરએ સીસીટીવી કેમેરાઓની ચકાસણી, જાહેરનામુ બહાર પાડવા, જિલ્લા કક્ષાએ કંટ્રોલરૂમ, સ્થળ સંચાલકોની નિમણૂક, પરીક્ષા માટે જરૂરી પોલીસ બંદોબસ્તની ચૂસ્ત વ્યવસ્થા, પરીક્ષા સ્થળો પર વીજ પુરવઠો, આરોગ્યલક્ષી સારવાર સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી સંલગ્ન અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતાં.

જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી.બોરિચાએ પરીક્ષાની કામગીરીને આનુષાંગિક તમામ કર્મચારીઓને જરૂરી તાલીમ અને પરીક્ષાર્થીઓને જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટે પૂરતી વ્યવસ્થા અને પરીક્ષાનાં સફળ સંચાલન અંગેની રૂપરેખા વર્ણવી હતી.

આ બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષક ભાસ્કર વ્યાસ સહિત જિલ્લા પરીક્ષા સમિતિના સભ્યો અને પોલીસ વિભાગ, એસ.ટી સહિત સંલગ્નના વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande