
- ધો.૧૦ના ૮૧૪ અને ધો.૧૨ના ૮૭ એમ કુલ ૯૦૧ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
ગીર સોમનાથ, 26 નવેમ્બર (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લામાં યોજાનાર ધો.૧૦ અને ધો.૧૨ની ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ પરીક્ષા માટે જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી.બોરીચાના માર્ગદર્શનમાં શિક્ષણવિભાગ દ્વારા પરીક્ષાલક્ષી સહાયતા માટે જિલ્લા કંટ્રોલરૂમ (૦૨૮૭૬-૨૨૧૦૯૫) કાર્યરત કરવામાં આવ્યો છે. માનસિક તણાવ, ડર અને દબાણની સ્થિતિમાં માર્ગદર્શન મેળવવા માટે તા. ૨૮.૧૧.૨૦૨૬ થી તા.૦૯.૧૨.૨૦૨૬ દરમિયાન હેલ્પલાઈન કાર્યરત રહેશે.
આ હેલ્પલાઈન અંતર્ગત સવારે ૧૧.૦૦ થી બપોરે ૦૧ સુધી ચોક્સી કોલેજના પ્રોફેસર અર્જુન ચોચા (૯૪૨૭૧૮૪૬૬૯), બપોરે ૦૪.૦૦ થી સાંજે ૦૬.૦૦ સુધી સામાજિક કાર્યકર ભગવાનભાઈ સોલંકી (૯૭૨૬૬૧૧૦૯૬) અને ક્લિનિકલ સાઈકોલોજીસ્ટ નમ્રતા મહેતા (૭૫૭૪૮૦૦૯૦૨) નો વિદ્યાર્થીઓએ સંપર્ક કરવો.
ઉલ્લેખનીય છે કે, મણીબહેન કોટક હાઈસ્કૂલ, શબાના ગર્લ્સ હાઈસ્કૂલ, કે.કે.મોરી માધ્યમિક શાળા, આઈ.ડી.ચૌહાણ હાઈસ્કૂલ અને ગવર્મેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ (દીવ)ના ૩૧ બ્લોકમાં ધો.૧૦ના ૮૧૪ અને ધો.૧૨ના ૮૭ એમ કુલ ૯૦૧ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ