પાટણમાં ગટર સફાઈ બાદ રસ્તા પર ગંદકીના ઢગલા, ખાનગી એજન્સીની બેદરકારી સામે ઉઠ્યા સવાલો
પાટણ, 26 નવેમ્બર (હિ.સ.) : પાટણ નગરપાલિકા વિસ્તારમાં ભૂગર્ભ ગટર સફાઈનો કોન્ટ્રાક્ટ ધરાવતી ખાનગી એજન્સી સામે બેદરકારીની ફરિયાદ ઊઠી છે. એજન્સી દ્વારા ડી-સિલ્ટિંગ મશીનથી ગટરની ચેમ્બરોની સફાઈ કર્યા બાદ બહાર નીકળતો કાદવ, કીચડ અને ગંદકીનો યોગ્ય નિકાલ કરવ
પાટણમાં ગટર સફાઈ બાદ રસ્તા પર ગંદકીના ઢગલા, ખાનગી એજન્સીની બેદરકારી સામે ઉઠ્યા સવાલો


પાટણમાં ગટર સફાઈ બાદ રસ્તા પર ગંદકીના ઢગલા, ખાનગી એજન્સીની બેદરકારી સામે ઉઠ્યા સવાલો


પાટણ, 26 નવેમ્બર (હિ.સ.) : પાટણ નગરપાલિકા વિસ્તારમાં ભૂગર્ભ ગટર સફાઈનો કોન્ટ્રાક્ટ ધરાવતી ખાનગી એજન્સી સામે બેદરકારીની ફરિયાદ ઊઠી છે. એજન્સી દ્વારા ડી-સિલ્ટિંગ મશીનથી ગટરની ચેમ્બરોની સફાઈ કર્યા બાદ બહાર નીકળતો કાદવ, કીચડ અને ગંદકીનો યોગ્ય નિકાલ કરવાને બદલે જાહેર રસ્તાઓ પર જ છોડી દેવામાં આવતો હોવાનો આક્ષેપ છે. જેના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે.

રસ્તાઓ પર પડેલી ગંદકીના કારણે આસપાસના વિસ્તારોમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે. સ્થાનિક રહીશો, રાહદારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે જ ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ પણ સેવાઈ રહી છે. નાગરિકોની ફરિયાદોના આધારે ગટર સફાઈની કામગીરી કરવામાં આવતી હોવા છતાં સફાઈ બાદ ગંદકીનો યોગ્ય નિકાલ થતો ન હોવાને કારણે એજન્સીની કામગીરી સામે સવાલો ઊઠ્યા છે.

આ મામલે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ અને નગરપાલિકાના વિપક્ષ નેતા દીપક પટેલે ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે. તેમણે ટેન્ડરની શરતો મુજબ ગંદકીનો તાત્કાલિક નિકાલ કરવાની જવાબદારી એજન્સીની હોવા છતાં તેનો ભંગ થતો હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે જાહેર રસ્તાઓ પરથી ગંદકી તાત્કાલિક દૂર કરવા, એજન્સીને નોટિસ ફટકારી કરાર મુજબ દંડાત્મક કાર્યવાહી કરવા તેમજ કામગીરીનું નિયમિત નિરીક્ષણ કરી બેદરકારી દાખવનારા જવાબદાર અધિકારીઓની જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande