આંતરરાષ્ટ્રીય બાળ લગ્ન નાબૂદી દિવસની પૂર્વ સંધ્યાએ “દીકરીના નામે એક દીવો” કાર્યક્રમ યોજાયો
ગાંધીનગર, 26 નવેમ્બર (હિ.સ.) : આંતરરાષ્ટ્રીય બાળ લગ્ન નાબૂદી દિવસની પૂર્વ સંધ્યાએ સેક્ટર-23 કન્યા શાળા, ગાંધીનગર ખાતે “દીકરીના નામે એક દીવો” શીર્ષક હેઠળ બાલિકાઓ માટે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન જસ્ટ રાઇટ્સ
દીકરીના નામે એક દીવો


ગાંધીનગર, 26 નવેમ્બર (હિ.સ.) : આંતરરાષ્ટ્રીય બાળ લગ્ન નાબૂદી દિવસની પૂર્વ સંધ્યાએ સેક્ટર-23 કન્યા શાળા, ગાંધીનગર ખાતે “દીકરીના નામે એક દીવો” શીર્ષક હેઠળ બાલિકાઓ માટે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનું આયોજન જસ્ટ રાઇટ્સ ફોર ચિલ્ડ્રન (Just Rights for Children)ની સહયોગી સંસ્થા ગાયત્રી સેવા સંસ્થાન (ઉદયપુર) , જિલ્લા બાળ સુરક્ષા એકમ મહેસાણા, મહિલા અને બાળ વિકાસ વિભાગ મહેસાણા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી નીરૂબેન.જે પટેલ ના માર્ગદર્શન અને સહયોગથી બાલિકાઓને બાળ લગ્ન જેવી સામાજિક કુપ્રથાઓ અંગે જાગૃત કરવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન બાળ લગ્નના દુષ્પરિણામો, દીકરીઓના શિક્ષણ, અધિકારો, સુરક્ષા અને ઉજ્જવળ ભવિષ્ય અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. આ સાથે ઉપસ્થિત તમામ બાલિકાઓ સાથે મળીને બાળ લગ્ન નાબૂદી માટેની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. બાલિકાઓએ બાળ લગ્ન અટકાવવા અને બાળ લગ્ન મુક્ત સમાજના નિર્માણમાં સહભાગી બનવાનો સંકલ્પ કર્યો હતો.

“દીકરીના નામે એક દીવો” અભિયાન દ્વારા દીકરીના સન્માન, સમાનતા અને તેના સ્વપ્નોને સાકાર કરવાની ભાવનાને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં બાળ લગ્ન સામે જાગૃતિ ફેલાવવાનો અને દીકરીઓને પોતાના અધિકારો પ્રત્યે સજાગ કરવાનો હતો.

આવા જાગૃતિ કાર્યક્રમો દ્વારા બાળ લગ્ન મુક્ત સમાજના નિર્માણ માટે ગાયત્રી સેવા સંસ્થાન દ્વારા એક સકારાત્મક પહેલ કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande