ઘોઘા રો-રો ફેરી મારફતે લવાયેલ 28.72 લાખનો દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો
ભાવનગર, 26 નવેમ્બર (હિ.સ.)ઘોઘા પોલીસ સ્ટેશનની ટીમે ચોક્કસ બાતમીના આધારે સુરતના હજીરા તરફથી રો-રો ફેરી સર્વિસ મારફતે દરિયાઈ માર્ગે ઘોઘા પહોંચાડવામાં આવેલા ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરના મોટા જથ્થા સાથે એક ટ્રક ઝડપી પાડી છે. આ કાર્યવાહીમાં કુલ
પકડાયેલ આરોપી


ભાવનગર, 26 નવેમ્બર (હિ.સ.)ઘોઘા પોલીસ સ્ટેશનની ટીમે ચોક્કસ બાતમીના આધારે સુરતના હજીરા તરફથી રો-રો ફેરી સર્વિસ મારફતે દરિયાઈ માર્ગે ઘોઘા પહોંચાડવામાં આવેલા ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરના મોટા જથ્થા સાથે એક ટ્રક ઝડપી પાડી છે. આ કાર્યવાહીમાં કુલ 28.72 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ટ્રકચાલકની ધરપકડ કરવામાં આવી છે.

ઘોઘા પોલીસને બાતમી મળતા થાણા અધિકારી પ્રો. પો.ઈન્સ. એમ.એ. શેખ અને પો.સબ.ઈન્સ. એમ.એન. ચાવડા સહિતની ટીમે ઘોઘા જકાતનાકા ચોકડી પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન રજીસ્ટ્રેશન નંબર GJ-04-KC-0272 ધરાવતા ટ્રકને અટકાવી તપાસ કરતાં દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે 11.35 લાખ રૂપિયાની કિંમતની દારૂની 4,128 બોટલ, 9.76 લાખ રૂપિયાની કિંમતના બીયરના 4,440 ટીન, 7.50 લાખ રૂપિયાનો ટાટા ટ્રક અને 10 હજાર રૂપિયાનો મોબાઈલ ફોન મળી કુલ 28.72 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ કેસમાં ટ્રકચાલક સૈફઅલીખાન મોહમદમુસા ખાન (ઉં.વ. 41, હાલ મુંબઈ, મૂળ ઉત્તરપ્રદેશ)ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય ચાર આરોપીઓ વીપુલ, યોગેશ ઉર્ફે શિવ, ટ્રકમાલિક ગંગાધર શીલકે અને દારૂ મંગાવનાર અજાણ્યા ઈસમને ઝડપી લેવા તપાસ હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande