‘સ્વચ્છ ગુજરાત 100 દિવસ’ અભિયાન અંતર્ગત પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા આસામીઓ સામે દંડાત્મક કાર્યવાહી
ભાવનગર, 26 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર શહેરમાં સ્વચ્છતા જાળવવા અને પર્યાવરણને નુકસાન પહોંચાડતા પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ પર નિયંત્રણ લાવવા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ‘સ્વચ્છ ગુજરાત ૧૦૦ દિવસ’ અભિયાન અંતર્ગત મહાનગર
પ્લાસ્ટિક વાપરનાર સામે કાર્યવાહી


ભાવનગર, 26 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર શહેરમાં સ્વચ્છતા જાળવવા અને પર્યાવરણને નુકસાન પહોંચાડતા પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ પર નિયંત્રણ લાવવા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ‘સ્વચ્છ ગુજરાત ૧૦૦ દિવસ’ અભિયાન અંતર્ગત મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ કામગીરી દરમિયાન જાહેર સ્થળોએ ન્યુસન્સ ફેલાવતા, કચરાના નિયમોનું પાલન ન કરતા તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારીઓ અને આસામીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગથી પર્યાવરણને નુકસાન થતું હોવાની સાથે ગટર, નાળાં અને જાહેર સ્થળોએ કચરાની સમસ્યા પણ સર્જાય છે.

મહાનગરપાલિકા દ્વારા વેપારીઓ, દુકાનદારો અને નાગરિકોને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા તેમજ સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે દંડ વસૂલવાની કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે. શહેરને સ્વચ્છ, સુંદર અને પ્લાસ્ટિકમુક્ત બનાવવા નાગરિકોનો સહયોગ જરૂરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande