જિલ્લા વિકાસ અધિકારી દેવેન્દ્રપ્રકાશ મીનાની અધ્યક્ષતામાં તાલુકા વિકાસ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ
સુરત, 26 નવેમ્બર (હિ.સ.) : સુરત જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી દેવેન્દ્રપ્રકાશ મીનાની અધ્યક્ષતામાં જિલ્લાના તમામ તાલુકા વિકાસ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં તાલુકાઓમાં ચાલી રહેલી વિકાસલક્ષી કામગીરી, સરકારી યોજનાઓના અમલીકરણ અને વહીવટી
Review Meeting of Taluka Development Officers


સુરત, 26 નવેમ્બર (હિ.સ.) : સુરત જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી દેવેન્દ્રપ્રકાશ મીનાની અધ્યક્ષતામાં જિલ્લાના તમામ તાલુકા વિકાસ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં તાલુકાઓમાં ચાલી રહેલી વિકાસલક્ષી કામગીરી, સરકારી યોજનાઓના અમલીકરણ અને વહીવટી કામગીરીની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠકમાં 15મા નાણાપંચની પ્રગતિ, 16મું નાણાપંચ, વતન પ્રેમ યોજના, ગ્રામોત્થાન, સક્ષમ ગામ- સમૃદ્ધ ગામ અને અટલ વાડી સહિતના વિકાસલક્ષી મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત, ગામતળ તથા પ્લોટલેસ PMAY માટે બિનખેતી જમીન, ગ્રામ પંચાયત અને આંગણવાડી જમીનના પ્રશ્નો, ખાતાકીય તપાસના કેસો તથા તકેદારીના કેસોની સમીક્ષા કરવામાં આવી હતી.

પંચાયત વિભાગ હેઠળ પંચાયત વેરા વસૂલાત, પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ, તા. વિકાસ અધિકારી ફંડની વિગતો તેમજ રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાનની તાલીમ અને ખર્ચ અંગે ચર્ચા તેમજ 15મા અને 16મા નાણાપંચની કામગીરી, ડિજિટલ ક્રોપ સર્વે, ઓડિટ પેરાની માહિતી, NPSના બાકી કેસો અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની વિવિધ યોજનાઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

વધુમાં, આયોજન મંડળની વર્ષ 2024-25, 2025-26 અને 2026-27ની કામગીરી તથા આદિજાતિ વિસ્તારની યોજનાઓ હેઠળ TSP મંડળની કામગીરીની સમીક્ષા અને ક્લીનલિનેસ ટાર્ગેટ યુનિટ ટ્રાન્સફોર્મેશન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં સંબંધિત વિભાગોના અધિકારીઓએ વિવિધ વિષયો અંગે જરૂરી વિગતો રજૂ કરી હતી. જિલ્લાના વિકાસકાર્યોને વધુ સુવ્યવસ્થિત રીતે આગળ વધારવા, સરકારી યોજનાઓનો લાભ પાત્ર લાભાર્થીઓ સુધી પહોંચાડવા અને કામગીરીમાં સમયબદ્ધતા જળવાઈ રહે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande