
ભાવનગર, 26 નવેમ્બર (હિ.સ.) : ભાવનગરમાં દિવ્યાંગ ખેલાડીઓની રમત પ્રતિભાને પ્રોત્સાહન આપવા અને તેમને પોતાની ક્ષમતા પ્રદર્શિત કરવા માટે મંચ પૂરું પાડવાના હેતુથી તા. ૪થી ૧૧ ડિસેમ્બર દરમિયાન ‘સ્પે. ખેલ મહાકુંભ-૨૦૨૬’નું આયોજન કરવામાં આવ્યું છે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત આ સ્પર્ધાઓ જિલ્લા રમતગમત અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના સંચાલન હેઠળ યોજાશે.
તા. ૪ ડિસેમ્બરે ડેફ દિવ્યાંગ ખેલાડીઓ માટે એથ્લેટિક્સ સ્પર્ધા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સીદસર રોડ ખાતે યોજાશે. તા. ૫ અને ૬ ડિસેમ્બરે શારીરિક ક્ષતિગ્રસ્ત ખેલાડીઓના અલગ ગ્રુપમાં એથ્લેટિક્સ સ્પર્ધા યોજાશે. તા. ૭ ડિસેમ્બરે સિટિંગ વોલીબોલ અને તા. ૮ ડિસેમ્બરે ક્રિકેટ સ્પર્ધા યોજાશે.
માનસિક દિવ્યાંગ ખેલાડીઓ માટે તા. ૭ અને ૮ ડિસેમ્બરે લોવર તથા હાયર એબિલિટી કેટેગરીમાં સ્પર્ધાઓ યોજાશે. પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ માટે તા. ૯ ડિસેમ્બરે એથ્લેટિક્સ, તા. ૧૦ ડિસેમ્બરે બ્લાઇન્ડ ક્રિકેટ અને તા. ૧૧ ડિસેમ્બરે ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. એથ્લેટિક્સ અને વોલીબોલ સ્પર્ધાઓ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે, ક્રિકેટ સ્પર્ધા શામપરા ગુરુકુળ ખાતે તથા ચેસ સ્પર્ધા અંધ શાળા ખાતે યોજાશે.
જિલ્લાના દિવ્યાંગ ખેલાડીઓને નિયત તારીખ અને સ્થળે ઉપસ્થિત રહી ઉત્સાહપૂર્વક ભાગ લેવા જિલ્લા રમતગમત કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA