
ઢાકા (બાંગ્લાદેશ), નવી દિલ્હી, 03 નવેમ્બર (હિ.સ.). દેશની રાજધાની ઢાકાના અગરગાંવ મેટ્રો રેલ સ્ટેશનમાં બોમ્બ વિસ્ફોટ થતાં ખળભળાટ મચી ગયો. આ ઘટના સોમવાર રાતની હોવાનું જણાવાઈ રહ્યું છે. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. આ દેશી બોમ્બ હોવાનું જણાવાયું છે.
ઢાકા ટ્રિબ્યુન અખબારના અહેવાલ મુજબ, શેર-એ-બાંગ્લા નગર પોલીસ સ્ટેશનના પ્રભારી મુનિરુલ ઇસ્લામે જણાવ્યું કે, રાત્રે 8:30 વાગ્યાના થોડા સમય પછી ધમાકાના સમાચાર મળતાં પોલીસ અગરગાંવ મેટ્રો રેલ સ્ટેશન પહોંચી. તેમણે કહ્યું, ઘટનાસ્થળે પહોંચતા અમને જાણ થઈ કે ઉપદ્રવીઓએ એક 'કોકટેલ બોમ્બ' (દેશી બોમ્બ) ફોડ્યો અને ત્યાંથી ભાગી ગયા.
તેમણે જણાવ્યું કે, ધમાકા કરનારા લોકોની ઓળખ કરવા માટે પોલીસ આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ