શ્રીનગરમાં આતંકી ફંડિંગના કેસમાં ચાર ઠેકાણાઓ પર ઈડી ના દરોડા
નવી દિલ્હી, 03 નવેમ્બર (હિ.સ.). પ્રવર્તન નિર્દેશાલય (ઈડી)ની શ્રીનગર પ્રાદેશિક કાર્યાલયે, આતંકી ફંડિંગ સંબંધિત કેસમાં મંગળવારે શ્રીનગરના ચાર ઠેકાણાઓ પર દરોડા પાડ્યા. આ દરોડા ઉમર આદિલ ડાર અને તેના સહયોગીઓ સાથે સંકળાયેલા કેસમાં કરવામાં આવી રહ્યા છે. ઈ
સાંકેતિક


નવી દિલ્હી, 03 નવેમ્બર (હિ.સ.). પ્રવર્તન નિર્દેશાલય (ઈડી)ની શ્રીનગર પ્રાદેશિક કાર્યાલયે, આતંકી ફંડિંગ સંબંધિત કેસમાં મંગળવારે શ્રીનગરના ચાર ઠેકાણાઓ પર દરોડા પાડ્યા. આ દરોડા ઉમર આદિલ ડાર અને તેના સહયોગીઓ સાથે સંકળાયેલા કેસમાં કરવામાં આવી રહ્યા છે. ઈડી અનુસાર, ઉમર આદિલ ડાર પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના ઓવર ગ્રાઉન્ડ વર્કર (ઓજીડબ્લ્યુ) તરીકે કામ કરી રહ્યો હતો અને સંગઠન સંબંધિત ગતિવિધિઓમાં સક્રિય હતો.

ઈડી એ જણાવ્યું કે, આરોપ છે કે, ઉમર આદિલ ડારને અગાઉ તેના સહયોગીઓ સાથે મોટી માત્રામાં રોકડ અને પ્રતિબંધિત સંગઠન સંબંધિત વાંધાજનક સાહિત્ય સાથે પકડવામાં આવ્યો હતો. જમ્મુ-કાશ્મીરમાં અલગતાવાદી અને ભારત વિરોધી ગતિવિધિઓમાં કથિત સંડોવણીના કેસમાં તે અગાઉ લગભગ ચાર વર્ષ જેલમાં પણ રહી ચૂક્યો છે.

ઈડી નું સર્ચ ઓપરેશન ગુના દ્વારા કમાયેલા નાણાં શોધી કાઢવા, નાણાકીય નેટવર્ક અને ફંડિંગના માધ્યમોને ઓળખવા તથા સરહદ પાર બેઠેલા હેન્ડલરો સાથેના તેમના કથિત સંબંધોની તપાસ કરવા માટે ચલાવવામાં આવી રહ્યું છે. એજન્સીનો ઉદ્દેશ્ય કથિત આતંકી ફંડિંગ ગતિવિધિઓ સાથે સંકળાયેલા અન્ય પુરાવા એકત્રિત કરવાનો પણ છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande