પોરબંદરના શ્રી હરિ મંદિરમાં પાંચ દિવસીય દિવ્ય દીપોત્સવનું આયોજન
પોરબંદર, 05 નવેમ્બર (હિ.સ.) : પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતન સ્થિત શ્રીહરિ મંદિરમાં દિવાળીના પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી માટે પાંચ દિવસીય દિવ્ય દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રમેશભાઈ ઓઝાની પાવન ઉપસ્થિતિમાં 6થી 10 નવેમ્બર દરમિયાન વિ
શ્રીહરિ  મંદિરમાં  પાંચ દિવસીય  દિવ્ય  દીપોત્સવ.


પોરબંદર, 05 નવેમ્બર (હિ.સ.) : પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતન સ્થિત શ્રીહરિ મંદિરમાં દિવાળીના પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી માટે પાંચ દિવસીય દિવ્ય દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રમેશભાઈ ઓઝાની પાવન ઉપસ્થિતિમાં 6થી 10 નવેમ્બર દરમિયાન

વિવિધ ધાર્મિક મનોરથ, પૂજન-અર્ચન, દીપદાન અને વિશેષ દર્શન યોજાશે.ધનતેરસ નિમિત્તે 6 નવેમ્બરના રોજ સાંજે 5:30થી 6:30 દરમિયાન શાસ્ત્રોક્ત

વિધિથી શ્રીલક્ષ્મી પૂજન થશે.

ત્યારબાદ 6:30થી 7 વાગ્યા સુધી

દીપદાન અને 7 વાગ્યે મંગલસાયં આરતી યોજાશે. 7 નવેમ્બરેરૂપ ચતુર્દશીના દિવસે સવારે 8થી 9 દરમિયાન સૌમ્ય ભૈરવજીનો અભિષેક થશે. સાંજે શ્રીહનુમાનજીની વિશેષ પૂજા, દીપદાન અને સાયંઆરતી બાદ રાત્રે 8થી 9 દરમિયાન ભૈરવજી

યજ્ઞ યોજાશે. 8 નવેમ્બરના દીપાવલીના પવિત્ર દિવસે સવારે 8થી 9 દરમિયાન મંદિરનાં

તમામ શિખરો પર નૂતન ધ્વજારોહણ

કરવામાં આવશે.ત્યારબાદ સવારે 9:30થી 10:30 દરમિયાન ચોપડા પૂજન થશે. સાંજે 5થી 6:30 દરમિયાન પૂજ્ય ભાઈશ્રી દ્વારા શ્રીલક્ષ્મીનારાયણ ભગવાનનું સહસ્રકમળોથી દિવ્ય પૂજન-અર્ચન કરવામાં આવશે. સાંજે 6:30થીદીપદાન, 7 વાગ્યે શયન આરતી અને ત્યારબાદ 7:30થી 8 દરમિયાન ભવ્ય દીપોત્સવ યોજાશે. રાત્રે 8 વાગ્યે મંદિરના પ્રાંગણમાં આકર્ષક આતશબાજીનું આયોજન કરવામાંઆવ્યું છે. 9 નવેમ્બરના રોજ શ્રીલક્ષ્મીનારાયણ ભગવાન સહિત તમામ દિવ્ય વિગ્રહોનાં વિશેષ દર્શન યોજાશે. સવારે 7:30થી બપોરે 1 વાગ્યા સુધી તથા સાંજે 4:30થી રાત્રે 8 વાગ્યા સુધી ભાવિકો દર્શનનો લાભ લઈ શકશે. સાંજે 4:30થી 8 વાગ્યા દરમિયાન

નયનરમ્ય દીપોત્સવ પણ યોજાશે.10 નવેમ્બરના નૂતન વર્ષના દિવસે સવારે 7:30 વાગ્યે મંગળાઆરતી સાથે મહાઅન્નકૂટ સમર્પિત કરવામાં આવશે. બપોરે 12 વાગ્યે અન્નકૂટની મહાઆરતી થશે. પૂજ્ય ભાઈશ્રીની ઉપસ્થિતિમાં સવારે 10:30થી 11:30 દરમિયાન નૂતનવર્ષ સ્નેહમિલનનું આયોજન કરાયું છે. ભાવિકો સવારે 7:30થી બપોરે 1 વાગ્યા સુધી અને સાંજે 4:30થી 8:30 સુધી અન્નકૂટનાં દર્શન કરી શકશે.આ ઉપરાંત 6થી 10 નવેમ્બર દરમિયાન

શ્રીહરિ મંદિરમાં બિરાજિત તમામ દેવી-દેવતાઓના દિવ્ય અને વિશેષ શણગારનાં દર્શન પણ યોજાશે. સાંદીપનિ વિદ્યાનિકેતન દ્વારા આ પાંચ દિવસીય દીપોત્સવના તમામ ધાર્મિક પ્રસંગો અને મનોરથના દર્શનનો લાભ લેવા ભાવિક ભક્તોને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande