સોમનાથના ત્રિવેણી સંગમ સ્થળે સોમનાથ ભરતી નિયંત્રકની મુલાકાત લેતા રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ
ગીર સોમનાથ 05 નવેમ્બર (હિ.સ.) : જળસંપત્તિ અને પાણી પુરવઠાના રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ ગીર સોમનાથ જિલ્લાની બે દિવસીય મુલાકાતે છે. જિલ્લાની મુલાકાતના પ્રથમ દિવસે મંત્રીએ રામમંદિર પાસેના ત્રિવેણી સંગમ સ્થળે સોમનાથ ભરતી નિયંત્રકની મુલાકાત લીધી
સોમનાથના ત્રિવેણી સંગમ સ્થળે


ગીર સોમનાથ 05 નવેમ્બર (હિ.સ.) : જળસંપત્તિ અને પાણી પુરવઠાના રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ ગીર સોમનાથ જિલ્લાની બે દિવસીય મુલાકાતે છે. જિલ્લાની મુલાકાતના પ્રથમ દિવસે મંત્રીએ રામમંદિર પાસેના ત્રિવેણી સંગમ સ્થળે સોમનાથ ભરતી નિયંત્રકની મુલાકાત લીધી હતી અને ડ્રેજિંગ અને ક્લિનિંગ કામનું નીરિક્ષણ કર્યુ હતું.

તેમણે ત્રીવેણી-ગીતામંદિર સ્થળ પર પગપાળા ચાલી સરોવર અપસ્ટ્રીમ સોમનાથ ટી.આર.ઈન ડ્રેજિંગ અને ક્લિનિંગ કામનું નીરિક્ષણ કરી અને અધિકારીઓ પાસેથી સમગ્ર માહિતી મેળવી હતી. સોમનાથ ભરતી નિયંત્રક અંતર્ગત તેમણે પાણીની હાલની સ્થિતિ તેમજ પ્રગતિ તથા આયોજન હેઠળના પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી.

ત્રિવેણી નદી પર સોમનાથ ભરતી નિયંત્રક યોજનાનો મુખ્ય હેતુ દરિયામાં વહી જતા મીઠા પાણીનો સંગ્રહ કરવો દરિયાઈ ખારા પાણીના પ્રવેશને અટકાવવો અને ભૂગર્ભ જળ રિચાર્જ કરી જમીનની ખારાશ ઘટાડવાનો છે.

ઉલ્લેખનીય છે કે, આ યોજનાથી પ્રભાસ પાટણ, લાટી, કાજલી અને બાદલપરા ગામોને સિંચાઈનો લાભ મળશે. દરિયાના પાણીને જમીન તરફ પ્રસરતું અટકાવી ક્ષાર-અંકુશની અગત્યની કામગીરી થશે. આ યોજનાથી આશરે ૩૦૦ હેક્ટર જમીનને સીધો-આડકતરો સિંચાઈ લાભ થયો છે અને કૂવામાં પાણીની ગુણવત્તા અને જળસ્તરમાં સુધારો થયો છે.

મંત્રીની મુલાકાત સમયે નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા વિભાગના સૌરાષ્ટ્ર ઝોનના મુખ્ય ઈજનેર એસ.જી.પંડ્યા, ક્ષાર-પ્રવેશ નિવારણ વર્તુળ (રાજકોટ) ના અધિક્ષક ઈજનેર જે.એન.ભાટુ, રાજકોટ પાણી પુરવઠા બોર્ડના ઝોન-૫ના મુખ્ય ઈજનેર શશિ વાઘેલા સહિત પાણી પુરવઠા, સિંચાઈ વિભાગ, ક્ષાર-અંકુશના અધિકારીઓ-કર્મચારીશઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande