ગીર સોમનાથ જિલ્લા કલેકટર જે.એન.વાઘેલાના અધ્યક્ષસ્થાને લેન્ડ ગ્રેબીંગ કમિટિની બેઠક યોજાઈ
૧૧ દબાણદારો સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-ર૦ર૦ હેઠળ અરજીઓ દાખલ ગીર સોમનાથ, 05 નવેમ્બર (હિ.સ.) : સરકાર દ્વારા ભૂમાફિયા પર અંકુશ લાવવા ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ -ર૦ર૦ લાગુ કરવામાં આવ્યો છે. જે અનુસંધાને જિલ્લ
ગીર સોમનાથ જિલ્લા કલેકટર જે.એન.વાઘેલાના અધ્યક્ષસ્થાને લેન્ડ ગ્રેબીંગ કમિટિની બેઠક યોજાઈ


૧૧ દબાણદારો સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-ર૦ર૦ હેઠળ અરજીઓ દાખલ

ગીર સોમનાથ, 05 નવેમ્બર (હિ.સ.) : સરકાર દ્વારા ભૂમાફિયા પર અંકુશ લાવવા ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ -ર૦ર૦ લાગુ કરવામાં આવ્યો છે. જે અનુસંધાને જિલ્લા કલેકટર જે.એન. વાઘેલા અધ્યક્ષસ્થાને લેન્ડ ગ્રેબીંગ કમિટિની બેઠક યોજાઈ હતી.

જિલ્લામાં સરકારી જમીનોમાં દબાણ જણાયેલ કિસ્સા પૈકી સબંધિત તાલુકા વિકાસ અધિકારીશ્રી દ્વારા કુલ-૧૧ દબાણદારો સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-ર૦ર૦ હેઠળ કુલ-૧ સ્યુ મોટો અરજીઓ દાખલ કરવામાં આવી હતી.

આ દબાણદારો ઉપર લેન્ડ ગ્રેબીંગ હેઠળ ફરીયાદ અરજી થતા કુલ-૪ દબાણદારોએ કુલ ૩-૨૩-૭૬ હે.ચો.મી. સરકારી / ગૌચરની જમીનો ઉપરના દબાણો સ્વૈચ્છાએ ખુલ્લા કરેલ હતા. જેની અંદાજીત બજાર કિંમત રૂ. ૯ કરોડ જેટલી થાય છે.

જયારે ૩(ત્રણ) દબાણદારોએ ૧-૯૪-૨૫ ચો.મી. સરકારી જમીનો ઉપરના દબાણો ખુલ્લા ન કરતા ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-ર૦ર૦ હેઠળ એફ.આઈ.આર. દાખલ કરવા નિર્ણય કરવામાં આવેલ હતો. તથા ખાનગી જમીનમાં કુલ-૬ ઇસમો દ્વારા દબાણો કરવામાં આવ્યાં હતાં. જેનાં પર ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-ર૦ર૦ હેઠળ એફ.આઈ.આર.દાખલ કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande