સોમનાથના સાન્નિધ્યમાં તા.૨૦ નવેમ્બર થી ૨૪ નવેમ્બર સુધી કાર્તિકી પૂર્ણિમાનો મેળો યોજાશે
કલેકટર જિતેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને મેળાના સુચારુ આયોજન અંગે બેઠક યોજાઈ ગીર સોમનાથ 05 નવેમ્બર (હિ.સ.) : પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના સાન્નિધ્યમાં તા.૨૦ નવેમ્બર થી ૨૪ નવેમ્બર સુધી કાર્તિકી પૂર્ણિમાનો મેળો યોજાશે. જિલ્લા સેવા સદન, ઈણાજ
સોમનાથના સાન્નિધ્યમાં


કલેકટર જિતેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને મેળાના સુચારુ આયોજન અંગે બેઠક યોજાઈ

ગીર સોમનાથ 05 નવેમ્બર (હિ.સ.) : પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના સાન્નિધ્યમાં તા.૨૦ નવેમ્બર થી ૨૪ નવેમ્બર સુધી કાર્તિકી પૂર્ણિમાનો મેળો યોજાશે. જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે કલેક્ટર જિતેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને કાર્તિકી પૂર્ણિમા મેળાના સુચારુ આયોજન અંગે એક બેઠક યોજાઈ હતી.

શ્રદ્ધાળુઓ અને મેળાની મુલાકાતે આવતા નાગરિકો વ્યવસ્થિત રીતે મેળો માણી શકે એ માટેના વહીવટી તંત્ર અને સોમનાથ ટ્રસ્ટના આયોજન વિશે કલેક્ટએ ઉપસ્થિત સર્વે અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી.

કલેક્ટરએ પ્રદર્શન સ્ટોલ તેમજ રાઈડ્સ, પાણીની વ્યવસ્થા, વીજ પુરવઠા જાળવણી, ફૂડ સ્ટોલ, સ્ટોલ પરની સ્વચ્છતા, સાંસ્કૃતિક કાર્યક્રમ, વાહન પાર્કિંગ, મેળામાં માળખાકીય સુવિધાઓથી લઈ રાઈડ્સ ઈન્સ્ટોલેશન અંગેની કામગીરી સહિતની બાબતો વિશે ચર્ચા કરી હતી.

કલેક્ટર અને જિલ્લા પોલીસવડાએ મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા, પૂરતો પોલીસ બંદોબસ્ત, કાર અને બાઈકની અલગ-અલગ પાર્કિંગ વ્યવસ્થા નિશ્ચિત કરવા, આરોગ્ય સુવિધાઓ તેમજ મેળાના સ્થળ પર સ્વચ્છતા, ફાયર સેફ્ટી સહિતના મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપી અને નાગરિકોની સુવિધાલક્ષી આયોજન અંતર્ગત વિશેષ તકેદારી રાખવા માટે જણાવ્યું હતું.

તા.૨૦.૧૧.૨૦૨૬ થી ૨૪.૧૧.૨૦૨૬ દરમિયાન સદભાવના મેદાનમાં યોજાનાર કાર્તિકી પૂર્ણિમાના મેળા અંતર્ગત સોમનાથ મંદિરના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ પ્રેઝન્ટેશનના માધ્યમથી ખાણી-પીણીના વિવિધ સ્ટૉલ, બાળકો માટેની મનોરંજક રાઈડ્સ સહિતની વ્યવસ્થાઓ, એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ, સફાઈ વ્યવસ્થા સહિતની સંકલિત વ્યવસ્થાઓ વિશે પ્રેઝન્ટેશન રજૂ કરી ઉપસ્થિત સર્વેને અવગત કરાવ્યાં હતાં.

આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, પ્રાંત અધિકારી જે.વી.કાકડિયા, અજય શામળા, નાયબ પોલીસ અધિક્ષક સી.પી.ખટાણા સહિત આર.ટી.ઓ, એસ.ટી, આરોગ્ય, માર્ગ અને મકાન વિભાગ સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande