
પોરબંદર, 05 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લાના ગોસાબારા લેન્ડિંગ પોઇન્ટ નજીક દરિયાકાંઠે બિનઅધિકૃત રીતે તેજ પ્રકાશવાળી એલઇડી લાઇટનો ઉપયોગ કરી માછીમારી કરતા નાનાં પીલાણાં સામે નવીબંદર મરીન પોલીસે કાર્યવાહી કરી છે. આ મામલે ગીરસોમનાથ જિલ્લાના સુત્રાપાડાના 37 વર્ષીય માછીમાર સામે ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.પોલીસમાં નોંધાયેલી વિગતો મુજબ, નવીબંદર મરીન પોલીસ સ્ટેશનથી ઉત્તર દિશામાં આશરે 18 કિ.મી. દૂરગોસા ટુકડા ગામના ગોસાબારા લેન્ડિંગ પોઇન્ટ નજીક દરિયાકાંઠે તપાસ હાથધરવામાં આવી હતી આ દરમિયાન મહેન્દ્ર વરઝાંગભાઈ બારૈયા (ઉં.વ. 37), રહે. શિવમંદિર શેરી, બંદર, સુત્રાપાડા, ગીરસોમનાથની માલિકી-કબજાની બોટમાં બિનઅધિકૃત તેજ પ્રકાશવાળી એલઇડીલાઇટોનો ઉપયોગ કરી માછીમારી થતી હોવાનું સામે આવ્યું હતું.આ મામલે નવીબંદર મરીન પોલીસ દ્વારા ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ મુજબ કાર્યવાહી કરી આરોપીને નોટિસ આપવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya