
પોરબંદર , 05 નવેમ્બર (હિ.સ.) : પોરબંદરના જલારામ મંદિર નજીક અમૂલ પાર્લર સામે રોડ પર મહિલાઓને છરી બતાવી ધમકાવવાના બનાવમાં સમજાવવા ગયેલા યુવક પર છરીથી હુમલો કરી ઇજા પહોંચાડવામાં આવી હતી. આ બનાવ અંગે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, જલારામ મંદિર પાસે અમૂલ પાર્લર સામે ગોપી વજુભાઈ વાઘેલા નામનો શખ્સ પૂજા અને રાધિકા નામની મહિલાઓને છરી બતાવી ધમકાવતો હતો. આ દરમિયાન ફરિયાદી ગોપાલભાઈ રસીકભાઇ વાઘેલા અને સાહેદ અજય તેને સમજાવવા જતાં આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો આપી ફરિયાદી પર છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ફરિયાદીને ડાબા પડખા અને ડાબા હાથમાં ઇજાઓ થઈ હતી.ત્યારે પોલીસે આરોપી ગોપી વજુભાઈ વાઘેલા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya