ભુજમાં 15 નવેમ્બરે ગુંજશે જનજાતીય ગૌરવનો જયઘોષ! બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણીની તૈયારીઓ તેજ
ટાઉનહોલ ખાતે યોજાશે વિશેષ કાર્યક્રમ, જનજાતિ સમાજની પ્રતિભાઓનું થશે સન્માન અને સરકારી યોજનાઓના લાભોનું કરાશે વિતરણ કચ્છ, 05 નવેમ્બર (હિ.સ.) : આદિવાસી સમાજના ગૌરવ, સ્વાભિમાન અને સંઘર્ષના પ્રતીક એવા જનનાયક ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે સમગ
પાર્થ કોટડીયાના અધ્યક્ષસ્થાને સંબંધિત વિભાગોના અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ


પાર્થ કોટડીયાના અધ્યક્ષસ્થાને સંબંધિત વિભાગોના અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ


પાર્થ કોટડીયાના અધ્યક્ષસ્થાને સંબંધિત વિભાગોના અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ


- ટાઉનહોલ ખાતે યોજાશે વિશેષ કાર્યક્રમ, જનજાતિ સમાજની પ્રતિભાઓનું થશે સન્માન અને સરકારી યોજનાઓના લાભોનું કરાશે વિતરણ

કચ્છ, 05 નવેમ્બર (હિ.સ.) : આદિવાસી સમાજના ગૌરવ, સ્વાભિમાન અને સંઘર્ષના પ્રતીક એવા જનનાયક ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં 15 નવેમ્બરના રોજ જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ દિવસની ઉજવણી અંતર્ગત કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભુજના ટાઉનહોલ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમને યાદગાર અને સફળ બનાવવા માટે જિલ્લા સ્તરે તૈયારીઓનો ધમધમાટ શરૂ થયો છે.

આયોજનના ભાગરૂપે જિલ્લા નિવાસી અધિક કલેક્ટર પાર્થ કોટડીયાના અધ્યક્ષસ્થાને સંબંધિત વિભાગોના અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં કાર્યક્રમની રૂપરેખા, વિવિધ વ્યવસ્થાઓ અને વિભાગોને સોંપવામાં આવનારી જવાબદારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારા મહેમાનો, લાભાર્થીઓ અને નાગરિકોને કોઈ અગવડતા ન પડે તે માટે જરૂરી વ્યવસ્થાઓ સમયસર પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી.

ભગવાન બિરસા મુંડાએ આદિવાસી સમાજના અધિકારો, અસ્મિતા અને સ્વાભિમાન માટે કરેલા સંઘર્ષ તથા આપેલા યોગદાનને યાદ કરવાનો આ દિવસ વિશેષ મહત્વ ધરાવે છે. જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીનો હેતુ માત્ર મહાન જનનાયકને શ્રદ્ધાંજલિ આપવાનો જ નહીં, પરંતુ અનુસૂચિત જનજાતિ સમાજની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા, જીવનશૈલી અને ગૌરવશાળી વારસાને નવી પેઢી સુધી પહોંચાડવાનો પણ છે.

આ કાર્યક્રમમાં જનજાતિ સમાજના વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર તેજસ્વી પ્રતિભાઓને સન્માનિત કરવામાં આવશે. શિક્ષણ, સામાજિક અને અન્ય ક્ષેત્રોમાં પોતાની મહેનત તથા પ્રતિભાથી આગવી ઓળખ ઊભી કરનાર વ્યક્તિઓનું સન્માન કરીને તેમની સિદ્ધિઓને પ્રોત્સાહિત કરવામાં આવશે. આ ઉપરાંત, સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ પણ કરવામાં આવશે.

બેઠક દરમિયાન પાર્થ કોટડીયાએ તમામ વિભાગો વચ્ચે અસરકારક સંકલન જાળવીને આયોજનની કામગીરી નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા ભાર મૂક્યો હતો.

બેઠકમાં જિલ્લા આદિજાતિ અધિકારી ડી.એન. મકવાણા, જિલ્લા પુરવઠા અધિકારી વિવેક બારહટ, માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેર કે.પી. નાયી સહિત ગાંધીધામ મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande