કચ્છમાં ખનિજ માફિયાઓ સામે ફ્લાઈંગ સ્ક્વોડની મોટી કાર્યવાહી! એક્સકેવેટર સહિત 4 વાહનો ઝડપ્યાં, રૂ.1 કરોડનો મુદ્દામાલ જપ્ત
અંજારના ટપ્પર ગામની સીમમાં હાર્ડ મુરમનું ગેરકાયદે ખનન ઝડપાયું, જ્યારે ભુજના આશ્રમ સર્કલ પાસેથી સાદી રેતીનું ગેરકાયદે વહન કરતું ડમ્પર પકડાયું કચ્છ, 05 નવેમ્બર (હિ.સ.) : કચ્છ જિલ્લામાં ખનિજ ચોરી અને ગેરકાયદે ખનન સામે વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી તે
ફ્લાઈંગ સ્કોવર્ડ દ્વારા જપ્ત કરાયેલા વાહનો


ફ્લાઈંગ સ્કોવર્ડ દ્વારા જપ્ત કરાયેલા વાહનો


ફ્લાઈંગ સ્કોવર્ડ દ્વારા જપ્ત કરાયેલા વાહનો


અંજારના ટપ્પર ગામની સીમમાં હાર્ડ મુરમનું ગેરકાયદે ખનન ઝડપાયું, જ્યારે ભુજના આશ્રમ સર્કલ પાસેથી સાદી રેતીનું ગેરકાયદે વહન કરતું ડમ્પર પકડાયું

કચ્છ, 05 નવેમ્બર (હિ.સ.) : કચ્છ જિલ્લામાં ખનિજ ચોરી અને ગેરકાયદે ખનન સામે વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી તેજ બનાવવામાં આવી છે. ખનિજ માફિયાઓ દ્વારા સરકારી નિયમોનો ભંગ કરીને કિંમતી ખનિજ સંપત્તિનું ગેરકાયદે ખનન અને વહન કરવામાં આવતું હોવાની મળતી ફરિયાદોને ગંભીરતાથી લઈને જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ મદદનીશ નિયામક, ફ્લાઈંગ સ્ક્વોડની કચેરી, ભુજ દ્વારા બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. તા. 5 નવેમ્બર, 2026ના રોજ હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીમાં એક એક્સકેવેટર મશીન સહિત કુલ ચાર વાહનો ઝડપી પાડવામાં આવ્યાં છે. આ સમગ્ર કાર્યવાહીમાં અંદાજે એક કરોડ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, અંજાર તાલુકાના ટપ્પર ગામની નજીકના સીમ વિસ્તારમાં હાર્ડ મુરમ ખનિજનું ગેરકાયદે ખનન અને વહન થતું હોવાની ફરિયાદી દ્વારા બાતમી આપવામાં આવી હતી. જેના આધારે ફ્લાઈંગ સ્ક્વોડની ટીમે ખાનગી વાહન મારફતે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સ્થળ પર એક એક્સકેવેટર મશીન અને બે ડમ્પર મારફતે હાર્ડ મુરમ ખનિજનું ગેરકાયદે ખનન તેમજ પરિવહન કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. જેથી ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી ત્રણેય વાહનોને અટકાવી સીઝ કર્યા હતા.

આ ઉપરાંત, એ જ દિવસે વહેલી સવારે ભુજ શહેરના આશ્રમ સર્કલ વિસ્તારમાં પણ ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. અહીં પણ મળેલી ચોક્કસ બાતમીના આધારે ખાનગી વાહન મારફતે પહોંચેલી ટીમે તપાસ કરતાં એક ડમ્પર દ્વારા સાદી રેતીનું ગેરકાયદે વહન થતું હોવાનું સામે આવ્યું હતું. પરિણામે આ ડમ્પરને પણ સ્થળ પરથી સીઝ કરવામાં આવ્યું હતું.

આમ, એક જ દિવસમાં અંજારના ટપ્પર અને ભુજના આશ્રમ સર્કલ ખાતે કરવામાં આવેલી બે અલગ-અલગ કાર્યવાહીમાં એક એક્સકેવેટર મશીન અને ત્રણ ડમ્પર મળી કુલ ચાર વાહનો કબજે કરવામાં આવ્યાં છે. આ તમામ મુદ્દામાલની અંદાજિત કિંમત એક કરોડ રૂપિયા જેટલી હોવાનું જાણવા મળ્યું છે.

બંને બનાવોમાં ખનિજ ચોરી અને ગેરકાયદે વહન સંદર્ભે સંબંધિત વાહનો સીઝ કરી લેવામાં આવ્યાં છે અને જવાબદારો સામે ખાણ-ખનિજ વિભાગના નિયમો અનુસાર આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. કચ્છમાં ખનિજ સંપત્તિનું ગેરકાયદે ઉત્ખનન અટકાવવા તંત્રની આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande