જામનગર જિલ્લામાં દિવાળી વેકેશનમાં શાળા ચાલુ રાખવાના મુદ્દે ડીઈઓ આવેદનપત્ર
-યુવક કોંગ્રેસ અને NSUI દ્વારા આદેશનો ભંગ કરતી શાળાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ જામનગર, 05 નવેમ્બર (હિ.સ.) રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા 5 નવેમ્બરથી 25 નવેમ્બર 2026 સુધી દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. આમ છતાં જામનગર જિલ્લાની કેટલીક શા
કોંગ્રેસ નું ડીઈઓને આવેદનપત્ર


-યુવક કોંગ્રેસ અને NSUI દ્વારા આદેશનો ભંગ કરતી શાળાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ

જામનગર, 05 નવેમ્બર (હિ.સ.)

રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા 5 નવેમ્બરથી 25 નવેમ્બર 2026 સુધી દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. આમ છતાં જામનગર જિલ્લાની કેટલીક શાળાઓ આ સમયગાળો ટૂંકાવીને નિર્ધારિત તારીખો પહેલાં વર્ગો શરૂ કરવાની તૈયારી કરી રહી છે. આ અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓમાંથી ફરિયાદો ઉઠતા જામનગર શહેર યુવક કોંગ્રેસ અને એન.એસ.યુ.આઈ. દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) ને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.

સરકારી સમયપત્રક મુજબ વેકેશનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને અભ્યાસના સતત માનસિક દબાણમાંથી રાહત આપવાનો અને તહેવારો દરમિયાન પરિવાર સાથે સમય વિતાવવાની તક પૂરી પાડવાનો છે. જો ખાનગી કે અન્ય શાળાઓ પોતાની મરજી મુજબ વેકેશનના દિવસો ઘટાડી દે તો તેનાથી વિદ્યાર્થીઓ અને વાલીઓનું આયોજન ખોરવાય છે અને તેમને બિનજરૂરી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેથી સરકારી આદેશોનું પાલન થવું અત્યંત જરૂરી છે.

યુવક કોંગ્રેસ અને એન.એસ.યુ.આઈ. દ્વારા માંગ કરવામાં આવી છે કે જામનગરની તમામ શાળાઓમાં દિવાળી વેકેશનના નિયમોનું કડક પાલન થાય. વેકેશન પૂર્ણ થાય તે પહેલાં જ શાળા શરૂ કરનાર સંસ્થાઓ સામે તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવે અને સરકારી સૂચનાઓનો ભંગ કરતી શાળાઓ સામે નિયમાનુસાર કડક કાર્યાવાહી કરવામાં આવે. આ અંગે તમામ સંચાલકોને સ્પષ્ટ સૂચનાઓ આપવાની પણ રજૂઆત કરાઈ છે.

જો કોઈ શાળા વેકેશન દરમિયાન ગેરકાયદેસર રીતે શરુ રાખવામાં આવે તો વિદ્યાર્થીઓ અને વાલીઓ તેના વિરોધમાં સંપર્ક કરી શકે તે માટે હેલ્પલાઇન નંબરો જાહેર કરવામાં આવ્યા છે. વાલીઓ મહીપાલસિંહ જાડેજા (95585 49899), ડો. તોસીફખાન પઠાણ (88660 55555), રવિરાજસિંહ ગોહિલ (95325 22222) અથવા શક્તિસિંહ જેઠવા (93278 99999) નો સંપર્ક કરીને આવી શાળાઓ અંગેની જાણ કરી શકશે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande