દિવાળીએ નવી નોટોની અછતથી લોકો પરેશાન, ઉચ્ચ અધિકારીઓને રજુઆત
પોરબંદર, 05 નવેમ્બર (હિ.સ.) : દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે પોરબંદરમાં નવી અને છૂટી નોટોની અછતને કારણે સામાન્ય લોકો, વેપારીઓ અને ગૃહિણીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. બેન્કો માંથી જરૂરિયાત મુજબ નવીનોટો મળતી ન હોવાની ફરિયાદો વચ્ચે શહેર
દિવાળીએ નવી નોટોની અછતથી લોકો પરેશાન, ઉચ્ચ અધિકારીઓને રજુઆત


પોરબંદર, 05 નવેમ્બર (હિ.સ.) : દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે પોરબંદરમાં નવી અને છૂટી નોટોની અછતને કારણે સામાન્ય લોકો, વેપારીઓ અને ગૃહિણીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. બેન્કો માંથી જરૂરિયાત મુજબ નવીનોટો મળતી ન હોવાની ફરિયાદો વચ્ચે શહેરનાં તમામ ATM સેન્ટરમાં પૂરતા પ્રમાણમાં રોકડ ઉપલબ્ધ કરાવવાની માંગ ઉઠી છે.

પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના ટ્રસ્ટી અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના કારોબારી સભ્ય જીગ્નેશ કારિયાએ આ મુદ્દે લીડબેન્ક મેનેજર સહિત બેન્કના ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું હતું કે દિવાળીના તહેવાર દરમિયાન બોનસ, વેપારી ચૂકવણી, ખરીદી અને લક્ષ્મી પૂજન માટે રોકડની જરૂરિયાત વધતી હોય છે. જોકે, શહેરની મોટાભાગની રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેન્કોમાં ગ્રાહકોને જરૂરિયાત મુજબ નવી નોટો મળતી નથી. બેન્કોમાં પૂછપરછ કરતાં નવી નોટો આવી ન હોવાનો જવાબ મળતો હોવાથી લોકોમાં નારાજગી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે દરવર્ષે તહેવારો દરમિયાન શહેરનાં મોટાભાગનાં ATMમાં રોકડ ખૂટી જતાં ‘નો કેશ’ની સ્થિતિ સર્જાય છે.જેના કારણે સ્થાનિક લોકો ઉપરાંત બહારગામથી આવતા મહેમાનોને પણ રોકડ મેળવવા માટે ધક્કા ખાવા પડે છે. આથી દિવાળીના દિવસોમાં તમામ ATMમાં પૂરતી રોકડ રહે તે માટે બેન્કોએ અગાઉથી આયોજન કરવું જોઈએ.આ ઉપરાંત 10,

20, 50, 100 અને

200 રૂપિયાના દરની નાની નોટો સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા કરવાની પણ માંગ કરવામાં આવી છે.

ખાસ કરીને છૂટા નાણાંના અભાવે વેપારીઓને પડતી મુશ્કેલી દૂર કરવા લીડ બેન્ક મેનેજર અને તમામ બેન્કો તાત્કાલિક યોગ્ય પગલાં ભરે તેવી જીગ્નેશ કારિયાએ રજૂઆતમાં માંગ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande