દિવાળી વેકેશનના પરિપત્રનો અમલ કરાવવા જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ રજુઆત
પોરબંદર, 05 નવેમ્બર (હિ.સ.) : રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક વર્ષ 2026માં દિવાળી વેકેશન તા. 5 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી કુલ 21 દિવસનું જાહેર કરવામાં આવ્યું છે. આ પરિપત્રનો પોરબંદરની તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં અમલ થાય તે માટે વિદ્યાર
દિવાળી  વેકેશનના  પરિપત્રનો  અમલ  કરાવવા જિલ્લા  શિક્ષણાધિકારી  સમક્ષ  રજુઆત


દિવાળી  વેકેશનના  પરિપત્રનો  અમલ  કરાવવા જિલ્લા  શિક્ષણાધિકારી  સમક્ષ  રજુઆત


પોરબંદર, 05 નવેમ્બર (હિ.સ.) : રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક વર્ષ 2026માં દિવાળી વેકેશન તા. 5 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી કુલ 21 દિવસનું જાહેર કરવામાં આવ્યું છે. આ પરિપત્રનો પોરબંદરની તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં અમલ થાય તે માટે વિદ્યાર્થી નેતા કિશન રાઠોડે જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ લેખિત તેમજ ટેલિફોનિક રજૂઆત કરી છે.

કિશન રાઠોડે રજૂઆતમાં જણાવ્યું છે કે અગાઉના વર્ષોમાં કેટલીક નામાંકિત ખાનગી શાળાઓએ રાજ્યસરકારના વેકેશનના પરિપત્ર મુજબ 21 દિવસનું વેકેશન આપવાને બદલે પોતાની રીતે વેકેશન ટૂંકાવ્યું હોવાની વાલીઓ દ્વારા ફરિયાદો કરવામાં આવી હતી. બોર્ડની પરીક્ષા નજીક હોવી અને અભ્યાસક્રમ બાકી હોવાનાં કારણો આપીને વિદ્યાર્થીઓને માત્ર એક અઠવાડિયા જેટલું જ વેકેશન અપાતું હોવાની ફરિયાદો પણ સામે આવી હતી. તેમણે જણાવ્યું હતું કે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષાની તૈયારી મહત્ત્વની છે, પરંતુ તેની સાથે વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને આરામનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. શૈક્ષણિક કામગીરીના નામે જાહેર કરાયેલા વેકેશનમાં કાપ મૂકવો યોગ્ય નથી. રાજ્ય સરકાર દ્વારા 21 દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું હોયતો ખાનગી શાળાઓએ પણ તેનો અમલ કરવો જોઈએ. કિશન રાઠોડે માંગ કરી છે કે દિવાળી વેકેશનના પરિપત્રનો અમલ નહીં કરતી શાળાઓ સામે શિક્ષણ વિભાગ દ્વારા તપાસ કરી નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવે. વેકેશન દરમિયાન શિક્ષણના નામે વિદ્યાર્થીઓને શાળામાં બોલાવવામાં આવે તો વાલીઓએ જાગૃત રહી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનો સંપર્ક કરવો જોઈએ તેમ પણ તેમણે જણાવ્યું હતું.

આ મુદ્દે શિક્ષણમંત્રી અને જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ વધુ રજૂઆત કરવાની તૈયારી પણ દર્શાવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande