દિવાળીના તહેવારોમાં મહિલાઓ માટે ભાવનગર મનપાની ખાસ પાર્કિંગ વ્યવસ્થા
ભાવનગર, 05 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર શહેરમાં દિવાળીના તહેવારો દરમિયાન ખરીદી માટે બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળતી હોય છે. ખાસ કરીને તહેવારોના દિવસોમાં મહિલાઓ ખરીદી કરવા માટે બજારમાં આવે ત્યારે વાહન પાર્કિંગની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. મહિલા
પાર્કિંગ વ્યવસ્થ


ભાવનગર, 05 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર શહેરમાં દિવાળીના તહેવારો દરમિયાન ખરીદી માટે બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળતી હોય છે. ખાસ કરીને તહેવારોના દિવસોમાં મહિલાઓ ખરીદી કરવા માટે બજારમાં આવે ત્યારે વાહન પાર્કિંગની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. મહિલાઓને આ મુશ્કેલીમાંથી રાહત મળે અને તેઓ સરળતાથી ખરીદી કરી શકે તેવા હેતુથી ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિશેષ પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

ભાવનગર મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગ દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ શહેરના મહિલાબાગ ખાતે મહિલાઓ માટે વિનામૂલ્યે વાહન પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. દિવાળીના તહેવારથી લઈને ભાઈબીજ સુધી આ વિશેષ પાર્કિંગ વ્યવસ્થાનો લાભ મહિલાઓ મેળવી શકશે.

આ વ્યવસ્થા અંતર્ગત નિર્ધારિત સમયગાળા દરમિયાન મહિલાઓ પોતાના ટુ-વ્હીલર સહિતનાં વાહનો મહિલાબાગ ખાતે પાર્ક કરી શકશે. આ પાર્કિંગ સુવિધા ખાસ મહિલાઓ માટે જ રાખવામાં આવી હોવાથી નિર્ધારિત સમયગાળા દરમિયાન માત્ર મહિલાઓને જ વાહન પાર્ક કરવાની મંજૂરી આપવામાં આવશે.

દિવાળીના તહેવારો દરમિયાન શહેરના બજારો અને ખરીદીના સ્થળોએ વાહનોની સંખ્યામાં વધારો થતો હોય છે. પરિણામે પાર્કિંગ માટે જગ્યા શોધવામાં સમયનો વ્યય થવાની સાથે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાતી હોય છે. આવા સંજોગોમાં મહાનગરપાલિકાની આ પહેલ મહિલાઓ માટે ઉપયોગી સાબિત થશે.

મહિલાઓને તહેવારો દરમિયાન ખરીદીમાં સરળતા રહે અને પાર્કિંગની ચિંતા વિના તેઓ ખરીદી કરી શકે તે દિશામાં ભાવનગર મહાનગરપાલિકાનો આ નિર્ણય આવકારદાયક બન્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande