પોરબંદરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા વાહન ટોઇંગ કરવા સાથે અવેરનેસ અભિયાન શરૂ
પોરબંદર, 05 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર શહેરમાં દિવસેને દિવસે વધતા વાહનો અને આડેધડ પાર્કિંગના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાની ફરિયાદો સામે આવી રહી છે. ખાસ કરીને શહેરના મુખ્યમાર્ગો, બજાર વિસ્તારો અને જાહેર રસ્તાઓ પર વાહનો ગમે ત્યાં પાર્ક કરવામાં
ટ્રાફિકની  સમસ્યા  હળવી  કરવા  ટ્રાફિક પોલીસ  દ્વારા ટોઇંગ વેન સાથે  અવેરનેસ   અભિયાન  શરૂ,


ટ્રાફિકની  સમસ્યા  હળવી  કરવા  ટ્રાફિક પોલીસ  દ્વારા ટોઇંગ વેન સાથે  અવેરનેસ   અભિયાન  શરૂ,


પોરબંદર, 05 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર શહેરમાં દિવસેને દિવસે વધતા વાહનો અને આડેધડ પાર્કિંગના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાની ફરિયાદો સામે આવી રહી છે. ખાસ કરીને શહેરના મુખ્યમાર્ગો, બજાર વિસ્તારો અને જાહેર રસ્તાઓ પર વાહનો ગમે ત્યાં પાર્ક કરવામાં આવતા અન્ય વાહનચાલકો તેમજ રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે હવે આ સમસ્યાના ઉકેલ માટે ટ્રાફિક પોલીસ દ્વારા ટોઇંગની કાર્યવાહી શરૂ કરવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

છેલ્લા કેટલાક દિવસોથી પોરબંદર શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટોઇંગ વેન ફેરવવામાં આવી રહી છે. આ કામગીરી પાછળનો મુખ્ય હેતુ વાહનચાલકોમાં પાર્કિંગના નિયમો અંગે જાગૃતિ લાવવાનો છે, જેથી લોકો જાહેર રસ્તાઓ પર મનફાવે ત્યાં વાહનો પાર્ક કરવાનું ટાળે.

મળતી માહિતી મુજબ ગણતરીના દિવસોમાં ટોઇંગ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવનાર છે.જાહેરનામું અમલમાં આવ્યા બાદનો પાર્કિંગ ઝોનમાં તેમજ ટ્રાફિકને અડચણરૂપ બને તે રીતે પાર્ક કરાયેલા વાહનોને ટ્રાફિક પોલીસ ટોઇંગ વેન મારફતે ઉપાડી જશે. આમ, હાલચાલી રહેલી અવેરનેસ કામગીરી બાદ ટૂંક સમયમાં નિયમોના અમલ સાથે વાહનચાલકો સામે કાર્યવાહી શરૂ થવાની શક્યતા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande