



પોરબંદર, 05 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લા ભાજપના બક્ષીપંચ મોરચાની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં સંગઠનને મજબૂત બનાવવા અને બક્ષીપંચ સમાજના હિતલક્ષી મુદ્દાઓ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન સર્વાનુમતે બે મહત્વપૂર્ણ ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. પ્રથમ ઠરાવમાં બક્ષીપંચ સમાજના કલ્યાણ અને સર્વાંગી વિકાસ માટે 27 ટકા ઓબીસી અનામતનો લાભ આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. જ્યારે બીજા ઠરાવમાં વડાપ્રધાન
નરેન્દ્રમોદીના જાહેર જીવનમાં જનસેવા, સમર્પણ, સુશાસન અને રાષ્ટ્રનિર્માણની યાત્રાનાં 25 વર્ષ પૂર્ણ થવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
બેઠકમાં કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા, જિલ્લા ભાજપ પ્રમુખડૉ. ચેતનાબેન તિવારી, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખીરીયા, જિલ્લા ભાજપ મહામંત્રી પ્રવીણ ખોરાવા, બક્ષીપંચમોરચાના જિલ્લા પ્રભારી વિશાલ ફાંગલિયા, જિલ્લા પ્રમુખ ગીગન બોખીરીયા, સુદામા ડેરીના ચેરમેન આકાશ રાજશાખા, જિલ્લા મહામંત્રી વિશાલ મઢવી અને વનરાજ ઓડેદરા સહિત જિલ્લાના તમામ મંડલોના પ્રમુખો, મહામંત્રીઓ,
હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનું સંચાલન પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ નિલેશ ઓડેદરાએ કર્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya